KBCના સેટ પર બીગ બી સાથે મોટી ઘટના, પગની નસ કપાતા હોસ્પિટલાઈઝ કરાયા


બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના ચાહકો દર અઠવાડિયે ‘કૌન બનેગા કરોડપતિ 14’ની રાહ જોતા હોય છે. મેગાસ્ટાર તેમના ચાહકો અને શોના સ્પર્ધકો સાથે વાતચીત કરવાનું પણ પસંદ કરે છે. આ દરમિયાન શોના સેટ પર અમિતાભ બચ્ચન સાથે ઘટના ઘટી હતી. મળતી માહિતી મુજબ મેગાસ્ટારને પગમાં ઊંડી ઈજા થઈ હતી, જેના કારણે તેમને ટાંકા લેવા પડ્યા હતા. આ વાતનો ખુલાસો બિગ બીએ પોતાના બ્લોગમાં કર્યો છે.
પગની નસ કપાતા બીગબી હોસ્પિટલમાં
વાસ્તવમાં, અમિતાભ બચ્ચન તેમના બ્લોગ દ્વારા તેમના અંગત જીવન સાથે જોડાયેલ વાર્તાઓ અને યાદોને દરેક સાથે શેર કરતા હોય છે. આવી સ્થિતિમાં, તેમણે તેના નવા બ્લોગમાં જણાવ્યું છે કે સેટ પર પગની નસ કપાવાને કારણે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, રાહતના સમાચાર એ છે કે અભિનેતા હવે સંપૂર્ણ સ્વસ્થ છે. જો કે, થોડા સમય માટે, તેમને પગ પર ઓછો ભાર મૂકવા તબીબે જણાવ્યુ છે. ત્યારે બિગ બીએ તેમના બ્લોગ દ્વારા જણાવ્યું છે કે તેમને આ ઈજા કેવી રીતે થઈ.

અભિનેતાએ બ્લોગમાં વાત શેર કરી
આ ઘટના વિશે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે, “મારા જૂતામાં લાગેલ ધાતુના ટુકડાથી મારા ડાબા પગની નસ કપાઈ ગઈ હતી.” જ્યારે પગ કપાયા પછી સતત લોહી નીકળવા લાગ્યું ત્યારે તેમને સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સમયસર તબીબી સહાયથી, તેઓ સાજા થઈ ગયા છે, ત્યારે આ ઈજાના કારણે તેમને કેટલાક ટાંકા લેવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચને આગળ લખ્યું છે કે, તેમને ડોક્ટરોએ ટ્રેડમિલ પર ઊભા રહેવાની, હલનચલન કરવાની, અને ચાલવાની ના પાડી છે તેમજ પગ પર વધુ દબાણ આપવાની પણ ના પાડી છે.
આ પણ વાંચો: દિવાળી પાર્ટીઓમાં ન જોવા મળ્યું બોલિવૂડનું પાવર કપલ, ફરી અલગ થવાની અફવા ઉડી