KGF સ્ટાર યશની સાદગી પર ફેન્સ ફિદા, કરિયાણાની દુકાનેથી પત્ની માટે ખરીદી કેન્ડી
- KGF સ્ટાર યશને ફેન્સ પ્રેમથી રોકિંગ સ્ટારના નામે બોલાવે છે. તાજેતરમાં યશ એક કરિયાણાની દુકાન પર જોવા મળ્યો. તેણે કરેલા કામથી તો ફેન્સ તેની પર ફિદા થઈ ગયા છે.
ચેન્નાઈ, 17 ફેબ્રુઆરીઃ એવું બહું જ ઓછા કેસમાં બનતું હોય છે કે તમે કોઈ સુપરસ્ટારને જનરલ કરિયાણાની દુકાને જુઓ. કન્નડ સુપરસ્ટાર યશની સાદગી પહેલેથી જ ફેન્સને આકર્ષતી રહી છે, પરંતુ હવે તેણે કરેલા કામથી તો ફેન્સ તેની પર ફિદા થઈ ગયા છે. KGF સ્ટાર યશને ફેન્સ પ્રેમથી રોકિંગ સ્ટારના નામે બોલાવે છે. તાજેતરમાં યશ એક કરિયાણાની દુકાન પર જોવા મળ્યો. જાણો છો શેના માટે? તેણે કરિયાણાની દુકાન પરથી અભિનેત્રી પત્ની રાધિકા પંડિત માટે આઈસ કેન્ડી ખરીદી.
યશ અને રાધિકા મંદિર દર્શન માટે જઈ રહ્યા હતા. એવા સમયે રાધિકાને ટોફી ખાવાનું મન થયું. યશે એક કરિયાણાની દુકાન પર ગાડી ઉભી રાખી અને ત્યાંથી પત્ની માટે આઈસ કેન્ડી ખરીદી. યશની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે , તેને ફેન્સનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ રીતે જમીન સાથે જોડાયેલા સ્ટારની પ્રશંસા કરતા લોકો થાકતા નથી.
Rocking Star Yash purchases ice candy for his wife Radhika from a small grocery shop.
Despite huge stardom, #Yash remains simple and humble
This is during their recent… pic.twitter.com/YTRW6av6xJ
— Manobala Vijayabalan (@ManobalaV) February 17, 2024
યશ અને રાધિકાની સ્ટોરી
યશ અને રાઘિકા પંડિતની પહેલી મુલાકાત 2007ની ફિલ્મ નંદા ગોકુલામાં કામ કરવા દરમિયાન થઈ હતી. બંને ખૂબ જલ્દી સારા મિત્રો બની ગયા અને એકબીજા સાથે સારો સમય વીતાવવા લાગ્યા હતા. ખૂબ જ જલ્દી વાતો વહેતી થઈ કે તેઓ ડેટિંગ કરી રહ્યા છે. જે તેમની ત્રીજી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિઝ રામાચારી બાદ તેજ થઈ ગઈ. આખરે બંનેએ 2016માં સગાઈ કરી હતી અને 9 ડિસેમ્બર, 2016માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. બંનેના લગ્ન ખૂબ જ પ્રાઈવેટ હતા. આ લવલી કપલને બે બાળકો છે. આર્ય અને યથર્વ.
યશની આવનારી ફિલ્મો
યશ છેલ્લે પ્રશાંત નીલની એક્શન થ્રિલર ‘KGF: ચેપ્ટર 2’માં જોવા મળ્યો હતો, જેમાં સંજય દત્ત, રવીના ટંડન, અનુષ્કા શેટ્ટી, પ્રકાશ રાજ પણ હતા. અભિનેતા હવે ગીતુ મોહનદાસની આગામી ફિલ્મ ‘ટોક્સિક’માં જોવા મળશે. આ ફિલ્મ માટે કરીના કપૂર અને શાહરૂખ ખાનનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે, નિર્માતાઓએ હજી સુધી સત્તાવાર રીતે એ વાતની પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચોઃ ‘દંગલ’ની ‘છોટી બબીતા’ સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન