સ્પોર્ટસ

ચાહકો ખેલાડીઓને પ્રેક્ટિસ પણ નથી કરવા દેતા : પ્રેક્ટિસ સેશન દરમિયાન ચાહકો પર ગુસ્સે થયો વિરાટ કોહલી!, વિડિયો થયો વાયરલ

Text To Speech

ભારતીય ટીમે 23 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપ 2022માં તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવા જઈ રહી છે. આ મેચ દિવાળીના એક દિવસ પહેલા મેલબોર્નમાં રમાશે. તેથી  મેચ પૂર્વે ભારતીય ટીમ મેલબોર્નમાં હાલ પ્રેક્ટિસ કરી રહી છે.જ્યાંનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. જેમાં વિરાટ કોહલી પ્રેક્ષકો પર ગુસ્સે થતો જોવાં મળી રહ્યો છે.

આ પણ વાંચો : BCCIનાં નિવેદન પર ગુસ્સે થયાં વસીમ અકરમ : જય શાહને કહી દીધા આ શબ્દો

રમત જગત અને ફિલ્મ જગત, ચાહકો હંમેશા તેમના સ્ટાર્સના દિવાના હોય છે. આવું જ કંઈક ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું છે. જ્યાં પણ તે દેખાય છે, ચાહકો તેને ઘેરી લે છે. ફોટા, સેલ્ફી અને વિડિયો બનાવવા આ બધું ચાલે છે, પરંતુ આ વખતે તો હદ થઈ ગઈ છે. મેલબોર્નમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન પ્રશંસકો અવાજ કરવા લાગ્યા, જેના કારણે વિરાટ કોહલી નારાજ થઈ ગયો અને ગુસ્સે થઈ ગયો. તેણે ચાહકોને ચેતવણી પણ આપી હતી. નેટ પ્રેક્ટિસ દરમિયાન ફેન્સ સ્ટેડિયમ પર પહોંચી ગયા અને નેટ જોડે ઊભા રહી જોરથી વાતો કરવા લાગ્યા અને કોહલીને બૂમો પાડવા લાગ્ય હતા, જેથી આ બધી બાબતોથી કોહલીને પ્રેક્ટિસમાં ઘણી તકલીફો ઊભી થઈ રહી હતી અને તે ચાહકો ઉપર ગુસ્સે થઈ ગયો.

પ્રેક્ટિસ કરી રહેલા ફેન્સના શબ્દોથી કોહલી પરેશાન

 વિરાટ કોહલીએ પોતાનું ટેમ્પરેચર ગુમાવ્યું નોહતું અને ચાહકોને અવાજ ન કરવા કહ્યું હતું. જેના કારણે તેને મુશ્કેલી પડી રહી હતી. આના પર ચાહકો પણ સહમત થયા અને તેઓએ કહ્યું કે જ્યારે તમે રિલેક્સ મૂડમાં હશો ત્યારે તમને ડિસ્ટર્બ કરીશું. આખી વાત કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. એટલે કે એ વાતની પુષ્ટિ થઈ ગઈ કે ફેન્સ કોહલીથી નારાજ નથી અને તેઓ સમજી ગયા કે કોહલી મુશ્કેલીમાં છે. આ

કિંગ  એક જ છે, તેથી અમે તો બોલીશું જ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોહલી નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે. ચાહકો પાછળ ઉભા છે. તેમાંથી કેટલાકે આ વીડિયો પણ બનાવ્યો છે. પ્રેક્ટિસ દરમિયાન કોહલીએ જ્યારે શોટ માર્યો ત્યારે ચાહકોએ કહ્યું કે બોલ સ્ટેડિયમની બહાર ગયો. આ સાંભળીને કોહલીએ પાછળ ફરીને કહ્યું, ‘દોસ્ત, પ્રેક્ટિસ દરમિયાન બોલશો નહીં, તેનાથી ખલેલ પડે છે.

આ સાંભળીને ચાહકે કહ્યું, હતું કે  ‘ઠીક છે ભાઈ, ઠીક છે ભાઈ, જ્યારે તમે રિલેક્સ મૂડમાં હશો ત્યારે તમને ડિસ્ટર્બ કરીશું. ભાઈ, પછી અમે તો કિંગ માટે બોલીશું જ, કેમ કે ભાઈ અમારો કિંગ તો એક જ છે, વિરાટ કોહલી…બરાબરને ભાઈ ?

પાકિસ્તાન સામે બદલો લેવાની જોરદાર તૈયારી

વાસ્તવમાં, ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપ 2022માં પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે રમવાની છે, આ મેચ દિવાળીના એક દિવસ પહેલા મેલબોર્નમાં પાકિસ્તાન સામે રમાશે. ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.આ વખતે ટીમ ઈન્ડિયા બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ માટે હાલ, કોહલી સહિત સમગ્ર ટીમ જોરશોરથી તૈયારી કરી રહી છે.

Back to top button