સલમાન અને કેટરિના કૈફની જોડીને ટાઈગર 3માં જોવા માટે રાહ જોઈ રહ્યા છે ચાહકો …


એક થા ટાઇગર અને ટાઇગર ઝિંદા હૈ સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આમાં બંને ખૂબ જ જોરદાર એક્શન કરતા જોવા મળ્યા હતા.આ કારણે ટાઈગર 3 થી લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. મેકર્સ આ માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે.સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ટાઈગર 3નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.નિર્માતાઓ આ ફિલ્મ માટે સખત મહેનત કરી રહ્યા છે. તેઓ કોઈ કસર છોડવા માંગતા નથી.
સલમાન ખાન અને કેટરીના કૈફ બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે.બંને ટાઈગર 3 દ્વારા ફરી એકવાર લોકોની સામે આવવાના છે.આ ફિલ્મનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે.તે 2023 ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ફિલ્મમાં ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં છે.
અગાઉ એવી માહિતી મળી હતી કે ટાઇગર 3નો પહેલો કટ લોક કરી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સલમાન ખાન અને કેટરીના કૈફ આ ફિલ્મ માટે ડબિંગ કરતા જોવા મળશે. આ ફિલ્મ દિવાળી 2023માં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળી શકે છે.
આ પણ વાંચો : સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરીને પોતાને ખૂબ જ નસીબદાર માને છે કિયારા અડવાણી