ટ્રેન્ડિંગનેશનલબિઝનેસવિશેષ

જાણો ક્યાં છે ભારતના વોરેન બફેટના બે ઊંચી મૂડી કાર્યક્ષમતાવાળા સ્મોલકેપ શેર્સ

મુંબઇ, 10 માર્ચ, 2025: સામાન્ય રીતે રોકાણકારો મોટી કંપનીઓની માયાજાળમાં ફસાઇ જતા હોય છે અને તેને અનુસરતા વીડિયો જ લોકો જોતા હોય છે, પરંતુ ભારતના વોરેન બફેટ કંઇક અલગ ભાતના છે. મોટા ભાગના રોકાણકારો જોતા નથી તેવું તે લોકો જુએ છે. જ્યારે જે તે મલ્ટી બેગર્સ લાગે ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર એન્ટ્રી માટે વિચારતા હોય છે. આ લોકોની પસંદ સ્મોલકેપ કંપનીઓ છે.

ખાસ કરીને જ્યારે કંપનીઓ દર્શાવતી હોય કે તેઓ મૂડી કાર્યક્ષમતાની દ્રષ્ટિએ ચેમ્પિયન છે ત્યારે કદાચ તેઓ બહુ જાણીતી ન પણ હોઇ શકે છે, પરંતુ તેમનામાં રોકાણ કરેલા પ્રત્યેક રૂપિયાને નફામા પરિવર્તિત કરવાની પણ ક્ષમતા હોઇ શકે છે. ભારતમાં કેટલાક વોરેન બફેટ્સે આવી ગુપ્ત રત્નોને શોધી કાઢ્યા છે.

આ બે સ્મોલકેપ કંપનીઓ, જેમની પર છે ટોચના રોકાણકારોની પારખુ નજર

જ્યારે તમને આઇસક્રીમનો ખ્યાલ મનમાં આવે ત્યારે સૌપ્રથમ તો કંપનીનું નામ તમારા દિમાગમાં આવે છે. 1985માં સ્થપાયેલી વાડીલાલ એન્ટરપ્રાઇસ લિમિટેડ આઇસક્રીમ, ડેરી પ્રોડક્ટ્સ, ફ્રોધન ડેઝર્ટ્સ અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ્સનું માર્કેટિંગ અને વિતરણ કરે છે. તે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ સાથે વાડીલાલ ગ્રુપનો એક ભાગ છે. આ બ્રાન્ડ ભારતમાં આઇસ્ક્રીમની દુનિયામાં 2જુ સૌથી મોટુ નામ છે તેમજ સ્ગઠિત ભારતીય આિસક્રીમ બજારમા 16 ટકા બજાર હિસ્સો ધરાવે છે.

રૂ. 689 કરોડના માર્કેટ કેપ સાથે પ્રવર્તમાન ROCE (લગાવેલી મૂડી પરનું વળતર) આશરે 39 ટકા છે, જેનો સરળ અર્થ એ કે કંપની કારોબારમાં મૂડી તરીકે લગાવેલા પ્રત્યેક રૂ. 100 સામે 39 મેળવે છે. કંપીનો આનો ઉપયોગ રોકાણકારોને ડિવીડન્ડ આપવા તરીકે કરી શકે છે. ROCEની દ્રષ્ટિએ સમકાલીન કંપનીઓની વાત કરીએ તો તેમાં અદાણી એન્ટરપ્રાઇસ (9.9 ટકા), એજીસ લોજિસ્ટિક્સ 15 ટકા અને સેલ્લો વર્લ્ડ 36 ટકા ધરાવે છે.

ખ્યાતનામ સંજીવ ધીરેશભાઇ શાહ ભારતના વોરેન બફેટ તરીકે ઓળખાય છે અને આગળ પડતા ઉદ્યોગપતિ છે. તેઓ આ કંપનીમાં 2016માં હિસ્સો ધરાવે છે. હાલમાં તેમનો હિસ્સો 6.64 ટકા છે. હાલમાં કંપનીનો ભાવ રૂ. 8,010 છે, જે પાંચ વર્ષ પહેલાના રૂ. 1,375 સામે 483 ટકાનો વધારો દર્શાવે છે. જે લાંબાગાળે મોટા ફાયદો કરાવી શકે તેમ છે.

જ્યારે બીજી કંપની છે પ્રકાશ પાઇપ્સ લિમિટેડ (પીપીએલ) છે. જે પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી ડિમર્જ થઇ હતી. 2017માં સ્થપાયેલી પીપીએલ પીવીસી પાઇપ્સ અને ફિટ્ટીંગ્સ અને પેકેજિંગ પ્રોડક્ટ્સમાં સંકળાયેલી છે. પીપીએલ ફ્લેક્સીબલ પેકેજિંગમાં મોટા પાયે ઝંપલાવ્યુ છે અને ઉત્તરાખંડમાં ટોચનો પ્લાન્ટ તૈયાર કરી રહી છે. તેઓ ફૂડથી લઇને ફાર્માસ્યુટિકલ્સ સુધી ઉચ્ચ ગુણવત્ત્તાવાળી ફિલ્મ્સ અને પાઉચનું ઉત્પાદન કરે છે તેમજ કરકસરપૂર્ણતા અને નવીન ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

રૂ. 1,066 કરોડના માર્કેટ કેપ સાથે પીપીએલનો ROCE 33 ટકા છે, જે તેના હરીફ એસ્ટ્રાલ પાઇપ્સ (23 ટકા) અને ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ (11 ટકા) કરતા વધુ છે. જાણવા મળ્યા મુજબ જાણીતા રોકાણકાર ડૉલી ખન્નાનો કંપનીમાં 2021માં હિસ્સો 1.35 ટકા હતો અને આજે 3.71 ટકા છે. કંપનીનું વેચાણ 2019માં રૂ. 341 કરોડના સ્તરે હતું તે પાંચ વર્ષમાં એટલે 2024માં વધને રૂ. 669 કરોડના સ્તરે સ્પર્શ્યુ છે. શેરનો પ્રવર્તમાન ભાવ રૂ. 446 (7 માર્ચ 2025) છે, જે છેલ્લા પાંચ વર્ષના રૂ. 135 સામે રૂ. 230 ટકાનો વધારો દર્શાવે છે. આ શેરને પોર્ટફોલિયોમાં નાખવાથી નુકસાની થવાની તકો ઓછી છે.

(ડિસક્લેઇમરઃ અહીં ફક્ત પ્રકાશિત અહેવાલો દર્શાવેલા છે. જે તે રોકાણકારે પોતાના સલાહકારને પૂછીને આગળ વધવું હિતાવહ છે, કોઇ પણ નુકસાન માટે HD NEWSની કોઇ જવાબદારી રહેશે નહીં.)

આ પણ વાંચોઃ  વસ્તી વધારવા માટે સાંસદની વિચિત્ર જાહેરાત: જો દીકરાનો જન્મ થાય તો એક ગાય અને દીકરી જન્મે તો 50,000 રુપિયા આપશે

Back to top button