ફેને શ્રદ્ધા કપૂરને કર્યું પ્રપોઝ, યુઝર્સે કહ્યું- ‘તમે તેના પિતાને ઓળખો છો કે નહીં…’
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર તેની માસૂમિયત અને ફિટનેસ માટે જાણીતી છે. તેની ક્યુટનેસ ચાહકોને દિવાના બનાવે છે. શ્રદ્ધા જ્યાં પણ જાય છે, તે તેના ફેન્સને ચોક્કસ મળે છે. શ્રદ્ધા કપૂર તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં જ શ્રદ્ધા એરપોર્ટ પર જોવા મળી હતી અને તેને જોઈને એક ફેને તેને પ્રપોઝ કર્યું હતું. શ્રદ્ધાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ભૂમિ પેડનેકર “The star of social media”એ ઈન્સ્ટાગ્રામ પર વધારી ગરમી
View this post on Instagram
એરપોર્ટ પર શ્રદ્ધા કપૂર સફેદ શોર્ટ અને ફુલ સ્લીવ્ઝ ટોપ પહેરીને જોવા મળી હતી.એરપોર્ટ પર જ એક ચાહકે શ્રદ્ધાને પ્રપોઝ કર્યું હતું.એક યુઝરે લખ્યું- ઓહ, સચિન, આ લપ્પુ ઠીંગુ સા છોકરો ક્યાંથી આવ્યો. જ્યારે બીજાએ લખ્યું- શ્રદ્ધા ખૂબ જ નમ્ર અને ફિટ છે. જ્યારે એકે લખ્યું- મારી હાફ ગર્લફ્રેન્ડ બની જા. એકે લખ્યું- ભાઈ સ્કૂલે જાવ, ભણો, આટલી નાની ઉંમરમાં તે સેલિબ્રિટીઓને ઈમ્પ્રેસ કરી રહ્યા છે.આ સાથે જ લોકોએ શ્રદ્ધા કપૂરની ફિટનેસના વખાણ પણ કર્યા છે. સાથે જ અભિનેત્રીની સુંદરતા પર ફેન્સ દીવાના થઇ ગયા.અભિનેત્રીનો આ ક્યુટ અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો : યુવાનોમાં વધી રહી છે સ્ટ્રેસની સમસ્યા, જાણો કેવી રીતે કરશો સ્ટ્રેસને મેનેજ