ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

Tendulkar I Miss You લખેલી ટીશર્ટ પહેરીને જઈ રહેલા ફેનને મળ્યા તેંડુલકર, જૂઓ વીડિયો

Text To Speech
  • સચિન તેંડુલકરને રસ્તામાં જોવા મળ્યો તેનો ચાહક, સચિને સ્કુટર ઊભું રખાવીને એર્પોર્ટ જવાનો રસ્તો પુછ્યો, ફેન સચિનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો

HD ન્યૂઝ ડેસ્ક, 2 ફેબ્રુઆરી: સચિન તેંડુલકરને લોકો ક્રિકેટનો ભગવાન કહે છે, માત્ર ભગવાન કહેતા જ નથી પરંતુ લોકો તેમને ભગવાનનો દરજ્જો પણ આપે છે. સચિન તેંડુલકરના સમગ્ર વિશ્વમાં ચાહકો ભરેલા છે. જે અનેક જગ્યાએ આપણને જોવા મળતા હોય છે. તેનું સૌથી મોટું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું. જેનો વીડિયો સચિન તેંડુલકરે પોતે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. સચિનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સચિને તેના ચાહકને આપી સરપ્રાઈઝ

સચિન તેંડુલકરનો એક ચાહક સચિનના નામની ટીશર્ટ પહેરીને સ્કૂટર પર ક્યાંક જઈ રહ્યો હતો. ટીશર્ટ પર લખેલું હતું, ‘આઈ મિસ યુ તેંડુલકર’. તેના ચાહકનો આટલો પ્રેમ જોઈ સચિન પોતે આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે પોતાના ચાહકનું સ્કૂટર રસ્તા પર જ ઊભું રખાવી દીધું હતું.

ચાહકને જોઈને સચિને તેના ડ્રાઈવરને કાર રોકવા કહ્યું અને એરપોર્ટનો રસ્તો પૂછ્યો. સચિન તેંડુલકરને અચાનક જોઈને તેનો ચાહક આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે સચિનને જોઈ તરત જ સામે બે હાથ નમ્રતાથી જોડી દીધા. આ પછી સચિને તેના ચાહકને પાછળ ફરીને ટીશર્ટ બતાવવા કહ્યું. ચાહકે તેમને તેનું ટીશર્ટ બતાવ્યું. પછી તેણે સચિનના ફોટાઓથી ભરેલી ડાયરી કાઢી. આ પછી તેંડુલકરે તેના ચાહકને ઓટોગ્રાફ આપ્યો અને તેને ધ્યાન રાખવાનું કહ્યું હતું. આ દરમિયાન ચાહકે સચિન સાથે પોતાનો એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો.

 

આ વીડિયો શેર કરતા સચિન તેંડુલકરે લખ્યું: ‘જ્યારે હું મારા પર આટલો બધો પ્રેમ વરસતો જોઉં છું ત્યારે મારું દિલ ખુશીથી ભરાઈ જાય છે. દુનિયાના ખૂણે-ખૂણેથી આવતા લોકોનો મને મળતો પ્રેમ જ મારા જીવનને ખાસ બનાવે છે.’ સચિન તેંડુલકરે આપેલા સરપ્રાઈઝ બાદ ચાહકે કહ્યું કે તેને વિશ્વાસ નથી આવતો કે સચિન તેંડુલકર તેની સામે છે. ચાહકે તેનું નામ હરીશ કુમાર જણાવ્યું હતું.

આ પણ વાંચો: દીકરો ક્રિકેટનો સ્ટાર ખેલાડી બન્યો, પરંતુ પિતા તો આજે પણ… જૂઓ વીડિયો

Back to top button