ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

ફેમસ સિંગરે ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો, બે દિવસ સુધી ઘરનો દરવાજો ખોલ્યો નહીં, આવી હાલતમાં મળી આવ્યા

Text To Speech

હૈદરાબાદ, 05 માર્ચ 2025: લોકપ્રિય તેલુગૂ ગાયિકા કલ્પનાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને હાલમાં હૈદરાબાદની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ગાયિકા કલ્પના હૈદરાબાદમાં કેપીએચબી કોલોની પાસે નિઝામપેટમાં રહે છે. સુરક્ષાકર્મીઓેએ જોયું તો તેમના ઘરનો દરવાજો બે દિવસથી ખુલ્યો નહોતો અને તેમમે એસોસિએશનને સૂચના આપી હતી. એસોસિએશના સભ્યોએ ફોન કરીને તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી પણ કોઈ જવાબ મળ્યો નહીં. તેમના પતિ પણ ફોન કરીને તેમનો સંપર્ક કરી શક્યા નહોતા.

હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

એસોસિએશનના સભ્યોએ પોલીસને જાણ કરી અને પોલીસે દરવાજો ખોલ્યો તો જાણવા મળ્યું કે, કલ્પના બેભાન અવસ્થામાં હતા અને કથિત રીતે તેમણે ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. ત્યાર બાદ પોલીસે તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ. કલ્પનાને હવે વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમના પતિ ચેન્નઈમાં હતા અને હવે હૈદરાબાદ પરત ફરી રહ્યા છે. ગાયિકાનું આવી રીતે આત્મહત્યાનો પ્રયાસ કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી.

કારણ સામે આવ્યું નથી

હાલમાં કલ્પનાની હાલત ખતરામાંથી બહાર છે. અધિકારીઓએ આગળ જણાવ્યું કે, તપાસ અંતર્ગત ગાયિકા દ્વારા આ પગલું ઉઠાવવા પાછળ કારણોની પુષ્ટિ કરી રહ્યા છીએ. પ્રસિદ્ધ ગાયિકા સુનીતા અને શ્રી કૃષ્ણાએ હોસ્પિટલની મુલાકાત લીધી અને ડોક્ટર્સને કલ્પનાના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે જાણકારી લીધી.

આ પણ વાંચો: રોહિત શર્મા પર વાંધાજનક ટિપ્પણી કરી, સેમીફાઈનલમાં ભારતની જીત પર શું બોલ્યા કોંગ્રેસના પ્રવક્તા?

Back to top button