ટ્રેન્ડિંગમનોરંજન

નવા વર્ષે લગ્નના બંધનમાં બંધાયો ફેમસ પ્લેબેક સિંગર અરમાન મલિક, જુઓ ડ્રીમી વેડિંગની તસવીરો

  • નવું વર્ષ 2025 શરૂ થતાંની સાથે જ જાણીતા પ્લેબેક સિંગર અરમાન મલિક તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે

2 જાન્યુઆરી, મુંબઈઃ નવું વર્ષ શરૂ થતાંની સાથે જ બોલિવૂડમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર અરમાન મલિક આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. નવું વર્ષ 2025 શરૂ થતાંની સાથે જ તેણે લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે લગ્ન કરી લીધા છે. અરમાન અને આશનાએ તેમના લગ્નની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને તેમના લગ્નની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે બંનેએ વર્ષ 2023માં સગાઈ કરી હતી, ત્યારબાદ હવે આ કપલ ઓફિશિયલી એકબીજાનું બની ગયું છે.

અરમાને 2 જાન્યુઆરીએ ગર્લફ્રેન્ડ આશના સાથે લગ્ન કર્યા હતા. આ ડ્રીમ વેડિંગમાં અરમાન તેની દુલ્હન આશનાને જોઈને તેના પ્રેમમાં ખોવાઈ ગયો હતો. કપલે એકબીજાને બાહોંમા ભરીને તસવીરો ખેંચાવી હતી. ફોટો સાથે કેપ્શનમાં રેડ હાર્ટ ઈમોજી સાથે લખ્યું છે, તુ હી મેરા ઘર. ઉલ્લેખનીય છે કે બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

વેડિંગ લૂક વિશે વાત કરીએ તો, આશના શ્રોફે બ્રાઈટ ઓરેન્જ અને સિલ્વર મોટિફ્સ તેમજ સ્ટાર વર્ક સાથે હેવી બ્રાઈડલ લહેંગા પહેર્યો હતો. આ સાથે તેણે હળવા ગુલાબી રંગની ચુંદડી ઓઢી હતી અને મેચિંગ કુંદન જ્વેલરી પહેરી હતી. અરમાન મલિક પણ આછા ગુલાબી રંગની શેરવાની પહેરીને દુલ્હેરાજા બન્યો હતો. તસવીરોમાં બંને તે વરમાળા પહેરાવીને વેડિંગ સ્પીચ આપતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by ARMAAN MALIK (@armaanmalik)

2023માં કરી હતી સગાઈ

ઉલ્લેખનીય છે કે, અરમાન મલિકે ઓગસ્ટ 2023માં આશના શ્રોફને પ્રપોઝ કર્યું હતું. બાદમાં, તેણે તેની ગર્લફ્રેન્ડ માટે ‘કસમ સે – ધ પ્રપોઝલ’ નામનો એક મ્યુઝિક વીડિયો પણ બહાર પાડ્યો હતો. બે મહિના પછી કપલે ઓફિશિયલી સગાઈ પણ કરી લીધી હતી.

કોણ છે આશના શ્રોફ?

અરમાન મલિક એક પ્લેબેક સિંગર, ગીતકાર, રેકોર્ડ પ્રોડ્યુસર, વૉઇસ-ઓવર આર્ટિસ્ટ, પર્ફોર્મર અને અભિનેતા છે, જે વિવિધ ભાષાઓમાં તેમના મધુર ગીતો માટે જાણીતા છે. તે પ્રખ્યાત સંગીતકાર અનુ મલિકનો ભત્રીજો છે. તેણે ‘મૈં રહૂં યા ના રહૂં…’, ‘ચલે આના’, ‘મુઝકો બરસાત બના લો…’ જેવા પ્રખ્યાત ગીતો ગાયા છે. આશના શ્રોફ એક ભારતીય ફેશન અને બ્યુટી બ્લોગર તેમજ યુટ્યુબ ઈન્ફ્લુએન્સર પણ છે.

આ પણ વાંચોઃ ‘વિરાટ સામે અનુષ્કાને દીદી કહો’: અભિષેકે હોકી પ્લેયરને ટકોર કરી હતી, શું હતો મજેદાર કિસ્સો?

આ પણ વાંચોઃ ‘આર્યન બાળક નથી’ શાહરૂખ ખાન સાથેની ચેટ લીક ચર્ચા પર સમીર વાનખેડેનો જવાબ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button