

ગુજરાતની ખ્યાનતામ સિંગર કિંજલ દવેની સગાઇ તુટી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની ગરબા ક્વિન કિંજલ દવેએ પાંચ વર્ષ લાંબા ચાલેલા રિલેશન બાદ અચાનક સગાઇ તોડી નાખી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કિંજલ દવેની સગાઈ તૂટી
સિંગર કિંજલ દવેની સગાઇ તુટી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. કિંજલ દવેએ પાંચ વર્ષ પહેલા પવન જોશી સાથે સગાઈ કરી હતી. દરમિયાન ફિયાન્સ પવન જોશી સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિયાન્સની તમામ તસવીરો હટાવી દીધી હોવાનું સામે આવ્યું છે જો કે કિંજલ દવેએ આ સગાઈ વિશે કંઈ પણ માહિતી શેર કરી નથી. પરંતુ કિંજલ દવેની એકાએક સગાઇ તૂટી જતા કિંજલ દવેના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે.
આ કારણે તૂટી સગાઈ
ઉલ્લેખનીય છે કે પાંચેક વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ સગાઈ કરવામાં આવી હતી. અને જાણવા મળી રહ્યું છે કે કિજલ દવેની સાથે તેના આકાશનું પણ પવનની બહેન સાથે નક્કી કરવામાં આવ્યું હતું. સાદી ભાષામાં કહીએ તો કિંજલ અને તેના ભાઇનું સામા સામે અથવા સામા સાટુ કરવામાં આવ્યું હતું. પરંતુ સાટા પદ્ધતીથી થયેલી આ સગાઇમાં પવનની બહેને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હોવાથી કિંજલ દવેની સગાઇ તોડી નાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે કિંજલ દવેએ આ અંગે કોઈ માહીતી આપી નથી.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર : પરિવારનો સામૂહિક આપઘાત, દિકરી સહિત માતા-પિતાએ કેનાલમાં ઝંપલાવ્યું