ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

હવે તાજિકિસ્તાનનો ફેમસ એક્ટર અબ્દુ રોજિક EDના સંકજામાં, જાણો શું છે કારણ?

મુંબઈ, 27 ફેબ્રુઆરી: તાજિકિસ્તાનના સિંગર અને એક્ટર અબ્દુ રોજિક તેમના દેશમાં જ નહીં, પરંતુ ભારત સહિત દુનિયાભરમાં ફેમસ છે. બિગબોસ 16નો સૌથી લોકપ્રિય કન્ટેસ્ટન્ટ અબ્દુ ફેન્સના દિલ પર રાજ કરે છે. પરંતુ હવે અબ્દુ પર ખતરો મંડરાઈ રહ્યો છે. મની લોન્ડરિંગ કેસમાં તેનું નામ સામે આવ્યું છે, ત્યારબાદ EDએ તેને 14 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. અબ્દુની આજે પૂછપરછ હાથ ધરાશે. જો કે, સિંગરના વકીલનું કહેવું છે કે અબ્દુને મની લોન્ડરિંગ કેસમાં સાક્ષી તરીકે હાજર થવા માટે બોલાવવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં સિંગર અને એક્ટર હોવા ઉપરાંત અબ્દુ રોજિક એક બિઝનેસમેન પણ છે. અબ્દુની ઘણા દેશોમાં લક્ઝ્યુરિયસ રેસ્ટોરન્ટ્સ છે. બિગબોસ 16માંથી બહાર નીકળ્યા બાદ અબ્દુએ મુંબઈમાં ‘બુર્ગીર’ નામની રેસ્ટોરન્ટ પણ ખોલી. રિપોર્ટ મુજબ, તેની રેસ્ટોરન્ટમાં બીજી કંપનીએ પૈસા રોક્યા છે, અને તે કંપની ડ્રગ્સનો વેપાર કરે છે. તેથી આ કેસમાં EDએ અબ્દુને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.

બિગબોસ 16થી ભારતમાં સ્ટારડમ મેળવ્યું

અબ્દુ રોજિક એક મહાન Entertainer તરીકે વિશ્વભરમાં ફેમસ છે. પરંતુ ભારતમાં તેને સલમાન ખાનના શો બિગબોસથી મોટી નામના મળી. શો માં અબ્દુની જબરદસ્ત સ્ટાઇલ, ફની હાવભાવ અને તેની સચ્ચાઈ જોઈને સલમાન ખાન પણ તેનો ફેન બની ગયો હતો. અબ્દુને બિગબોસથી ઓડિયન્સ તરફથી અપાર પ્રેમ મળ્યો. અબ્દુ માટે ફેન્સનો જુસ્સો આસમાને છે. આ જ કારણ છે કે તે દરેક શોના મેકર્સની પહેલી પસંદ બની ગઈ છે. તેને દરેક રિયાલિટી શોમાં ગેસ્ટ તરીકે બોલાવીને TRP ક્રેશ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

અબ્દુની નેટવર્થ કરોડોમાં છે

અબ્દુને એક સમયે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તે વાત કોઈનાથી છુપી નથી. પરંતુ આજે તે વૈભવશાળી જીવન જીવે છે. તેણે નાની ઉંમરમાં જ મોટું નામ કમાવ્યું છે. અત્યારે અબ્દુની નેટવર્થ કરોડોમાં છે અને દુબઈમાં એક આલીશાન ઘર પણ છે. તે સિંગિંગ, એક્ટિંગ, મ્યુઝિક વીડિયો અને સોશિયલ મીડિયામાંથી ઘણી કમાણી કરે છે. ભારતીય શોની સાથે-સાથે તેણે ઇન્ટરનેશનલ શો પણ કર્યા છે. અબ્દુ ગ્લૉબલ આઇકોન તરીકે ઊભરી આવ્યો છે. તેનો ઑરા અને ચાર્મ તેને લોકોથી અલગ બનાવે છે. આ જ કારણ છે કે, અબ્દુ દુનિયાભરમાં આટલો લોકપ્રિય છે.

આ પણ વાંચો: અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂત વિશે કહ્યું હતું મોટું જૂઠ, બિગ બોસમાં થયો ખુલાસો

Back to top button