ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: સાબરમતીમાં કૂદી પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ

Text To Speech
  • આ બનાવની જાણ થતા સિનિયર અધિકારીઓ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા
  • પોલીસ કર્મચારીઓ પણ નદીમાં કૂદ્યા અને નાના બાળક સહિત ચાર લોકોને બચાવી લીધા
  • જમાઇનો ત્રાસ ચાલુ રહેતા અંતે કંટાળીને પરિવારે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો

અમદાવાદમાં સાબરમતીમાં કૂદી પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં અમદાવાદમાં ભુદરપુરા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય ચંપાબેન તેમની દીકરી રીનાબેન તેમનું 6 વર્ષનું બાળક અને ચંપાબેનનો દીકરો ચંદ્રનગર રિવરફ્રન્ટના વોક વે પરથી નદીમાં કૂદ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ, જાણો કયા કરાઇ હીટવેવની આગાહી

આ બનાવની જાણ થતા સિનિયર અધિકારીઓ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા

આ બનાવની જાણ થતા સિનિયર અધિકારીઓ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને તેમની પૂછપરછ કરી રહ્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પરિવારમાં રીનાબેનને પતિ સાથે ઘણા સમયથી અણબનાવ ચાલતો હતો. તે ઘણી વખત ઘર જમાઈ તરીકે પણ રહેવા આવતો હતો અને પછી જતો રહેતો હતો. અગાઉ પરિવારે જમાઈ સામે સામે 498 સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સતત તેનો ત્રાસ ચાલુ રહેતા અંતે કંટાળીને પરિવારે આત્મહત્યા કરવાનો વિચાર કરીને નદીમાં ઝંપલાવ્યું હતું.

પોલીસ કર્મચારીઓ પણ નદીમાં કૂદ્યા અને નાના બાળક સહિત ચાર લોકોને બચાવી લીધા

ઉલ્લેખનીય છે કે અમદાવાદના ચંદ્રનગર રિવરફ્રન્ટના વોક વે પર મોડી સાંજે પરિણીતાએ છ વર્ષના બાળક, માતા અને ભાઈ સાથે નદીમાં ઝંપલાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિના ત્રાસથી પરિવારે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ચારેય લોકો નદીમાં કુદ્યા એટલે આસપાસ લોકો પણ તેમને બચાવવા માટે ત્યાં પહોંચી ગયા હતા. આ સમયે ત્યાં હાજર કિન્નરો માનવતા દાખવી પોતે પહેરેલી સાડી નદીમાં નાખીને પરિવારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ નદીમાં કૂદ્યા અને નાના બાળક સહિત ચાર લોકોને બચાવી લીધા હતા. જ્યારે ફરીવાર લખેલ સુસાઈડ નોટ પાણીમાં પલળી જતા સાચી વિગતો જાણી શકાઈ નથી.

Back to top button