ટ્રેન્ડિંગમનોરંજન

તિશાના નિધનથી દુઃખી પરિવાર, બહેન તુલસી-ખુશાલી અને દિવ્યાએ શેર કરી ઈમોશનલ પોસ્ટ

  • તિશાના નિધનથી તેની માતા તાન્યા સિંહ, કઝીન તુલસી અને ખુશાલી તેમજ ભાભી દિવ્યા ખોસલા કુમાર ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યા હતા

23 જુલાઈ, મુંબઈઃ ફિલ્મ નિર્માતા અને અભિનેતા કૃષ્ણ કુમારની 20 વર્ષની પુત્રી તિશા કુમારનું નિધન થયું છે. તેના અંતિમ સંસ્કાર સોમવાર, 22 જુલાઈના રોજ વિલે પાર્લે ખાતે કરવામાં આવ્યા હતા અને સાંજે પ્રાર્થના સભા પણ યોજાઈ હતી, જેમાં તિશાને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણા સેલેબ્સ અશ્રુભીની આંખે આવ્યા હતા. તિશાના નિધનથી તેની માતા તાન્યા સિંહ, કઝીન તુલસી અને ખુશાલી તેમજ ભાભી દિવ્યા ખોસલા કુમાર ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યા હતા.

તુલસીએ બહેન તિશાની યાદમાં લખી એક ઈમોશનલ નોટ

તિશાની કઝીન તુલસી અને ખુશાલીએ ઈન્સ્ટાગ્રામ એપ પર એક તસવીર શેર કરી છે અને સાથે એક ઈમોશનલ નોટ લખી છે. તેમાં તેણે લખ્યું છે કે અમારી પ્રિય તિશા, એ જાણીને મારું હૃદય તૂટી ગયું છે કે તું ચાલી ગઈ છે. આ તારા જવાનો સમય નહોતો. અમે તને ગ્રો થતા, સમૃદ્ધ થતા, સફળ થતા અને લગ્નના વસ્ત્રોમાં જોવા માંગતા હતા. આ નોટ સાથે તુલસીએ તિશાની એક તસવીર શેર કરી છે, જેમાં તે સફેદ ક્રોપ ટોપ અને પેન્ટ પહેરેલી જોવા મળી હતી.

ખુશાલી કુમારે શેર કરી હૃદયસ્પર્શી તસવીર

અભિનેત્રી ખુશાલી કુમારે તેના ઈન્સ્ટાગ્રામ પર તિશાની જુની તસવીર શેર કરી છે અને એક લાગણીસભર નોટ લખી છે. તેણે લખ્યું છે કે અમારી પ્રિન્સેસ તિશા, તું ગઈ એ જાણીને હું આઘાતમાં છું. તને મોટી થતી જોવી હતી. આ રીતે નહોતી જોવી. તુ ખરેખર ખૂબ જલ્દી ચાલી ગઈ મારી નાની બહેન.

 

View this post on Instagram

 

A post shared by Divya khossla (@divyakhossla)

દિવ્યા ખોસલાની પોસ્ટ

દિવ્યા ખોસલા કુમાર પણ ગમમાં છે. તિશા કુમારની વિદાયનું દુ:ખ તેના માટે પણ ઘણું મોટું છે. પરિવારના સભ્યોની જેમ દિવ્યા પણ ખૂબ જ પરેશાન છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તિશાની જૂની અને અદ્રશ્ય યાદોને શેર કરી છે. આ તસવીરોની સાથે તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે. આ ઉપરાંત દિવ્યા ખોસલાએ તિશાની માતા તાન્યા સિંહ માટે પણ પ્રાર્થના કરી છે. દિવ્યાએ લખ્યું છે કે, ‘તિશા તું હંમેશા અમારા દિલમાં રહીશ. આટલી જલ્દી કેમ ચાલી ગઈ. તાન્યા સિંહ ભગવાન તમને આ સૌથી પીડાદાયક દુઃખમાંથી બહાર આવવાની શક્તિ આપે

તિશા કુમાર બોલિવૂડ એક્ટર અને પ્રોડ્યુસર કૃષ્ણ કુમારની દીકરી હતી. રિપોર્ટ્સ અનુસાર, તિશાનો જર્મનીમાં કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો હતો, જર્મનીની એક હોસ્પિટલમાં જ તિશાએ 18 જુલાઈના રોજ દુનિયાને અલવિદા કહી દીધું. તિશાએ પોતાની જાતને લાઈમલાઈટથી દૂર રાખી હતી.

આ પણ વાંચોઃ લેન્સ પહેર્યા બાદ જાણીતી અભિનેત્રીને આંખોમાં દેખાવાનું થયું બંધ, કહ્યું- મે દ્રષ્ટિ ગુમાવી

Back to top button