ગુજરાતટ્રેન્ડિંગ

Family Physician Day : ફેમિલી ફિઝિશિયનની પ્રથા લુપ્ત થઇ, હવે કન્સલ્ન્ટન્ટ વધ્યા

  • ગુજરાત અને સમગ્ર દેશમાં ફેમિલી ફિઝિશિયન સૌ કોઈ માટે ફેવરિટ હતા
  • 1980-90 પહેલાં ફેમિલી ડૉક્ટર 80 – 85 ટકા હતા
  • આજે ફેમિલી ફિઝિશિયન દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે

આજે Family Physician Day છે. ત્યારે હવે ફેમિલી ફિઝિશિયનની પ્રથા લુપ્ત થઇ જાય છે અને કન્સલ્ન્ટન્ટ વધ્યા છે. ફેમિલી ફિઝિશિયનની લુપ્ત થતી પ્રથા માંડ 12% તબીબો ફેમિલી ડોક્ટર રહ્યાં છે. 1990ના દાયકામાં 85 ટકા ફેમિલી ફિઝિશિયન હતા. હાલ 80 થી 85 % ડૉક્ટર્સ કન્સલ્ટન્ટ છે અને માત્ર 10 -12% ફેમિલી ડોકટર છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઈ-મેમા નહીં ભરનારા 1.47 લાખ વાહનચાલકોને હવે સમન્સ

આજે ફેમિલી ફિઝિશિયન દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે

ફેમિલી ફિઝિશિયનને જોતાંની સાથે જ દર્દીઓનું 50 ટકા દર્દ દૂર થઈ જતું હોય છે. આજે ફેમિલી ફિઝિશિયન દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ફેમિલી ફિઝિશિયન દિવસ હેલ્થ કેર સિસ્ટમની કરોડરજ્જૂ સમાન ગણાય છે. ફેમિલી ડોક્ટર ફ્રેન્ડ, ફ્લિોસોફર અને ગાઈડ હોય છે અને તેઓ દરેક કુટુંબના પ્રત્યેક સભ્યને ખૂબ અંગત રીતે અને બહુ નજીકથી ઓળખતા હોય છે. અમદાવાદ સહિત ગુજરાત અને સમગ્ર દેશમાં ફેમિલી ફિઝિશિયન સૌ કોઈ માટે ફેવરિટ હતા. ફેમિલી ફિઝિશિયન કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત રીતે ઓળખતા હતા અને કુટુંબના તમામ સભ્યો સાથે આત્મિયતા ધરાવતા હતા.

1980-90 પહેલાં ફેમિલી ડૉક્ટર 80 – 85 ટકા હતા

છેલ્લાં ઘણાં સમયથી ફેમિલી ફિઝિશિયનની પ્રથા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે અને આ બાબત ચિંતાજનક ગણાય છે. હવે તબીબી સેવાઓ માટે ડોક્ટર્સ- કન્સલ્ન્ટન્ટની નવી પ્રથા અમલમાં આવી છે. ધીમે ધીમે ફેમિલી ડોક્ટર નું પ્રમાણ ઓછું થતું જાય છે. 1980-90 પહેલાં ફેમિલી ડૉક્ટર 80 – 85 ટકા હતા અને માત્ર 10 થી 15 ટકા ડોક્ટર કન્સલ્ટન્ટ હતા. હાલ 80 થી 85 % ડૉક્ટર્સ કન્સલ્ટન્ટ છે અને માત્ર 10 -12% ફેમિલી ડોકટર તરીકે સેવા આપે છે. છેલ્લા 15 – 20 વર્ષમાં બહુ ઓછા MBBS ફેમિલી ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોય છે.

ફેમિલી ફિઝિશિયનને જોતાંની સાથે જ દર્દીઓનું 50 ટકા દર્દ દૂર થઈ જતું હોય છે

આજે ફેમિલી ફિઝિશિયન દિવસ નિમિત્તે I.M.A.કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ, ગુજરાત બ્રાન્ચ, અમદાવાદ મેડિકલ એસોસીએશન દ્વારા ફેમિલી ફિઝિશિયન તરીકે ઉત્કૃષ્ટ તબીબી સેવા પૂરી પાડનાર નામાંકિત ફેમિલી ફિઝિશિયનનું સન્માન કરાશે. ફેમિલી ફિઝિશિયનને જોતાંની સાથે જ દર્દીઓનું 50 ટકા દર્દ દૂર થઈ જતું હોય છે. દરેક ફેમિલી ડોક્ટર કુટુંબના દરેક સભ્યને અંગત રીતે અને પૂરેપૂરી રીતે ઓળખતા હોય છે, જાણતા હોય છે. તેઓ તમારા કુટુંબની પરિસ્થિતિ અને કુટુંબના દરેક સભ્યો સાથે પૂરેપૂરા પરિચિત હોય છે અને તેઓ દર્દીઓના દર્દને ઓછી દવાથી, ઓછા ઇન્વેસ્ટિગેશન કરાવીને ખુબ નજીવા દરે સાજા કરે છે.

Back to top button