પારિવારિક ઝઘડો રોડ પર પહોંચ્યો : ડીસામાં ‘મારા બાપનું ઘર ખાલી કરી દો’ તેમ કહી મોટાભાઈ ઉપર ધારીયા વડે હુમલો કરતા ચકચાર
- પુત્રવધુએ સાસુ, સસરા, દિયર અને દેરાણી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
પાલનપુર : ડીસામાં ‘મારા બાપનું ઘર ખાલી કરી દો’ તેમ કહીને નાના ભાઈએ મોટાભાઈ ઉપર ધારિયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જેમાં ઈજાગ્રસ્ત થયેલા મોટાભાઈને લોકોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. આમ મિલકતનો પારિવારિક ઝઘડો રોડ ઉપર પહોંચ્યો હતો. આ ઘટનામાં પુત્રવધુએ તેના સસરા, સાસુ, દિયર અને દેરાણીની વિરુદ્ધ દક્ષિણ પોલીસ માથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.
ડીસા – પાટણ હાઈવે ઉપર રહેતા અને પ્રિન્ટિંગ પ્રેસનો ધંધો કરી ગુજરાન ચલાવતા કૃણાલભાઈ પ્રકાશકુમાર પઢીયાર મંગળવારે સવારે પોતાના ઘરે હતા, ત્યારે તેમના ભાઈ નિશાંત પ્રકાશભાઈ પઢીયારે હાથમાં ધારિયું લઈને ગાળો બોલતા કૃણાલભાઈ ના ઘરે આવેલા અને ‘મારા બાપનું ઘર ખાલી કરી દો’ તેમ કહીને માથાના ભાગે ધારિયા વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન ઉપરાણું લઈને આવેલા પ્રકાશકુમાર દલપતભાઈ પઢિયારે હાથમાં લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. જ્યારે આ ઝઘડામાં માતા પુષ્પાબેન અને પુત્રવધુ શ્વેતા નિશાંતભાઈએ પણ ગાળો બોલી હતી. આ ઝઘડાઓમાં થયેલી ઝપાઝપીમાં વચ્ચે પડેલા કૃણાલભાઈના પત્ની કાશ્મીરાબેનની સોનાની ચેન પણ તૂટી ગઈ હતી. જ્યારે કૃણાલભાઈ ને રોડ ઉપર ખેંચી લાવીને ગડદાપાટુનો માર માર્યો હતો. આ સમયે આજુબાજુથી આવેલા લોકોએ કૃણાલભાઈને છોડાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ સમગ્ર ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ત્યારે પતિ પર હુમલો કરનાર વિરુદ્ધ કાશ્મીરાબેન કૃણાલભાઈ પઢીયાર એ તેમના દિયર, સાસુ, સસરા અને દેરાણીની વિરુદ્ધ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : સુરત કોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધી પહોંચ્યા HC , અર્જન્ટ સર્ક્યુલેશન માટે માંગ કરતા જસ્ટિસે આપ્યો આ જવાબ