ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સિકંદરાબાદ જઇ રહેલી ફલકનુમા એક્સપ્રેસમાં અચાનક લાગી ગઇ આગ; ત્રણ ડબ્બા બળીને થયા ખાખ

Text To Speech

તેલંગણામાં રેલવેને લગતી એક ઘટના સામે આવી છે. ફલકનુમા એક્સપ્રેસના ત્રણ કોચમાં આગ લાગી હતી. ફલકનુમા એક્સપ્રેસ પશ્ચિમ બંગાળથી સિકંદરાબાદ માટે રવાના થઈ હતી. તે દરમિયાન આ ઘટના ઘટી હતી. આ ઘટના શુક્રવારે સવારે 11.30 વાગ્યે બની હતી. ટ્રેનના કોચમાં આગ લાગવાની ઘટના બનતાં જ ટ્રેનને તુરંત રોકી દેવામાં આવી હતી, ત્યારબાદ તમામ મુસાફરોને કોચમાંથી ઉતારવામાં આવ્યા હતા. સારી બાબત એ છે કે આ ઘટનામાં કોઈપણ જાનહાની થઈ નથી.

Video : તેલંગાણામાં ફલકનુમા એક્સપ્રેસ ટ્રેનમાં લાગી ભીષણ આગ, 3 ડબ્બા બળીને ખાક

પશ્ચિમ બંગાળથી સિકંદરાબાદ જતી ફલકનુમા એક્સપ્રેસ ટ્રેનમાં એકાએક આગ લાગી ગઈ હતી. આગની ઘટના બાદ મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોત જોતામાં આગે એટલો ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધો હતો કે, તે જોતજોતામાં ટ્રેનના ત્રણ ડબ્બાને પોતાની ચપેટમાં લઇ લીધા હતા અને સળગીને ખાખ થઈ ગયા હતા. આ ઘટના હૈદરાબાદથી 45 કિમી દૂર યદાદ્રી જિલ્લામાં બની હતી.

આ ટ્રેન પશ્ચિમ બંગાળના હાવડાથી સિકંદરાબાદ જઈ રહી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, સત્તાવાર રીતે રેલવે તરફથી આગ લાગવાનું કારણ જણાવવામાં આવ્યું નથી.

આગની જાણ થતાં જ ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી અને મુસાફરોને સમયસર બચાવી લેવાયા હતા. તેથી મોટી જાનહાનિ ટળી હતી. ટ્રેનમાં આગ લાગવાનું સાચું કારણ હજુ અકબંધ છે. રેલવેએ તપાસ શરૂ કરી છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો નથી.

આ પણ વાંચો : ભારતીય ટપાલ વિભાગની અનોખી સેવા એટલે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી

Back to top button