ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘મોહબ્બતની દુકાન’માં ફેક વીડિયો વેચાવા લાગ્યા છે: PM મોદીએ કોંગ્રેસને ઘેરી

  • ચંદ્રયાન ત્યાં પહોંચ્યું છે જ્યાં આજ સુધી કોઈ પહોંચ્યું નથી, આજે ભારત એક સાથે 100 સેટેલાઇટ મોકલે છે: વડાપ્રધાન 

મહારાષ્ટ્ર, 30 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​મંગળવારે ​મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. ઉસ્માનાબાદમાં એક જાહેર સભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જેમના કૌભાંડો મેં રોક્યા છે, તેઓએ તેમની ‘મોહબ્બતની દુકાન’માં ફેક(એડિટેડ) વીડિયો વેચવાનું શરૂ કર્યું છે. આ ચૂંટણી ભારતના સ્વાભિમાનની છે. તમે 10 વર્ષ પહેલાનો સમય જોયો છે અને તમે આજનો સમય પણ જોઈ રહ્યા છો. આજે દુનિયા જાણે છે કે ભારત વિશ્વના વિકાસને વેગ આપી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ખેડૂતોના હિસ્સાનું ખાતર પણ લૂંટવામાં આવતું હતું. યુરિયા માટે ખેડૂતોને લાકડીઓનો માર મારવામાં આવતો હતો. પરંતુ છેલ્લા 10 વર્ષમાં અમે ખેડૂતોને યુરિયાની અછતનો સામનો કરવા દીધો નથી. ગયા વર્ષે જ અમે ખેડૂતોને ખાતર પર 2.5 લાખ કરોડ રૂપિયાની સબસિડી આપી છે. ચંદ્રયાન ત્યાં પહોંચ્યું છે જ્યાં આજ સુધી કોઈ પહોંચ્યું નથી. આજે ભારત એક સાથે 100 સેટેલાઇટ મોકલે છે. આ તે ભારત છે, જે ગગનયાનને અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

 

પીએમ મોદીએ ફેક વીડિયોના મુદ્દે કોંગ્રેસને ઘેરી

રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, જેમના કૌભાંડો(Scam) મેં રોક્યા છે, તેઓ મોદીથી નારાજ થશે કે નહીં? તે મોદીને ગાળો આપશે કે નહીં? આજકાલ તેઓ આ કામમાં વ્યસ્ત છે. તેમની હાલત એવી છે કે જૂઠ્ઠાણું કામ નથી કરતું, તેથી AI દ્વારા અમારા ચહેરાનો ઉપયોગ કરીને, તેઓએ તેમની ‘મોહબ્બતની દુકાન’માં ફેક(એડિટેડ) વીડિયો વેચવાનું શરૂ કર્યું છે. તેઓ ફેક વીડિયો બનાવી રહ્યા છે. મોદીના અવાજ અને મોદીના ભાષણનો ઉપયોગ કરીને, નવી-નવી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટી એવી ગરીબી પર પહોંચી ગઈ છે કે તેમને હારનો ડર લાગે છે.

તમારું જીવન બદલવા માંગુ છું: PM મોદી 

વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, ચંદ્રયાન ત્યાં પહોંચ્યું છે જ્યાં આજ સુધી કોઈ પહોંચ્યું નથી. આજે ભારત એક સાથે 100 સેટેલાઇટ મોકલે છે. આ તે ભારત છે, જે ગગનયાનને અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. તે ભારત, જેણે મેડ ઈન ઈન્ડિયા કોરોના રસી બનાવી. તે ભારત, જેણે વિશ્વના કરોડો લોકોના જીવ બચાવ્યા. તે ભારત, જે સૌથી મોટા યુદ્ધમાંથી પણ પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર લાવે છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, તમારું જીવન બદલવા માટે તેઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. જ્યારે INDI એલાયન્સના સભ્યો મોદીને બદલવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હું તમારું જીવન બદલવા માંગુ છું પરંતુ તેઓ મને બદલવા માંગે છે.

આ પણ જુઓ: અમિત શાહનો વીડિયો એડિટ કરનાર એક AAPનો કાર્યકર્તા બીજો MLA મેવાણીનો PA નીકળ્યો

Back to top button