ગુજરાતમાં ફરી ઝડપાયો નકલી અધિકારી, ખેડૂતો સાથે કરી લાખો રૂપિયાની છેતરપિંડી
- 40% સબસીડી અલગથી પાસ કરાવવા માટેની રકમ દરેક ખેડૂતોએ આપી
- થરાદ તાલુકાના 28થી વધુ ખેડૂતો સાથે 10.68 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ
- ઘર અને તબેલાનો સર્વે કરવા પણ એ લોકો આવ્યા હતા
ગુજરાતમાં ફરી નકલી અધિકારી ઝડપાયો છે. જેમાં ખેડૂતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઇ છે. જેમાં કૃષિ વિભાગના નકલી અધિકારી બની થરાદના ખેડૂતો સાથે રૂપિયા 10. 68 લાખની ઠગાઇ થઇ છે. તેમાં ખેતીવાડી વિભાગના નકલી લેટર પેડ બનાવી 28થી વધુ ખેડૂતોને ઠગ્યા છે.
સર્વેખર્ચ અને 40% સબસીડી અલગથી પાસ કરાવવા માટેની રકમ દરેક ખેડૂતોએ આપી
સર્વેખર્ચ અને 40% સબસીડી અલગથી પાસ કરાવવા માટેની રકમ દરેક ખેડૂતોએ આપી હતી. ત્યારબાદ ચેક લેવા તેમને પાલનપુર બોલાવાયા હતા. પરંતુ ચેક અપાયા ન હતા. થરાદ તાલુકામાં છેલ્લા એક વર્ષથી ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાભી નામના વ્યક્તિએ ખેતીવાડી વિભાગ ગાંધીનગરમાં નોકરી કરતા હોવાનું કહી થરાદ તાલુકાના 28થી વધુ ખેડૂતો સાથે 10.68 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
ફોન કરીને જુનેજાને 30 લાખની લોન મંજૂર થઈ ગઈ હોવાનું જણાવ્યું
થરાદના હાથાવાડાના અલ્લાબગ્સ ગાજીસા જુનેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, નર્મદા વિભાગમાં કોન્ટ્રક્ટનું કામ કરતા મહેસાણા તાલુકાના સુનીલ ચૌહાણ, ચિરાગ અને ગણેશપુરાના સામજી પટેલ આજથી 10 મહિના પહેલા તેમની પાસે આવ્યા હતા અને ગાંધીનગર ખાતે ખેતીવાડી વિભાગમાં નોકરી કરતા હોવાનું અને તેઓ હોમલોન, પશુલોન કરતા હોવાનું તેમજ સબસિડી પણ અપાવતા હોવાનું જણાવ્યુ હતું. આ શખ્સોએ ભાવેશ ડાભી સાથે તેમનો પરિચય કરાવ્યો હતો. બાદમાં સુનીલ ચૌહાણે જુનેજાનું આધાર કાર્ડ લઈ ભાવેશ ડાભીને આપ્યું હતું. બીજા દિવસે સુનિલ ચૌહાણને ફોન કરીને જુનેજાને 30 લાખની લોન મંજૂર થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. અને ઘર અને તબેલાનો સર્વે કરવા પણ એ લોકો આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ‘વૈષ્ણવજન’ ઈન્ટરનેટ રેડિયોનું લોન્ચિંગ કરાશે
હોમ લોન અને પશુ લોનની ફાઈલો બનાવી અને ભાવેશ ડાભીને આપી
આ ઉપરાંત ગામના 28 ખેડૂતોએ હોમ લોન અને પશુ લોનની ફાઈલો બનાવી અને ભાવેશ ડાભીને આપી હતી. તેમાં દરેકનો ફાઈલ ખર્ચ, સર્વેખર્ચ અને 40% સબસીડી અલગથી પાસ કરાવવા માટેની રકમ દરેક ખેડૂતોએ ભાવેશ ડાભીને આપી હતી. ત્યારબાદ ચેક લેવા તેમને પાલનપુર બોલાવાયા હતા. પરંતુ ચેક અપાયા ન હતા. બાદમાં ખેડૂતોએ તપાસ કરતા તેમનો પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી.