ગુજરાતના આ શહેરમાંથી RTOની HSRP વાળી નકલી નંબર પ્લેટો ઝડપાઇ
- મહેસાણામાં નકલી નંબર પ્લેટો વેચવાનું કૌભાંડ ચાલતુ હતુ
- 79 બનાવટી નંબર પ્લેટો સાથે શખ્સ ઝડપાયો છે
- આ નંબર પ્લેટો કોને વહેંચતો હતો તે અંગેની વધુ તપાસ હાથ ધરાઈ
ગુજરાતના મહેસાણામાંથી શહેરમાંથી RTOની HSRP વાળી નકલી નંબર પ્લેટો ઝડપાઇ છે. જેમાં નકલી નંબર પ્લેટો વેચવાનું કૌભાંડ ચાલતુ હતુ. 79 બનાવટી નંબર પ્લેટો સાથે શખ્સ ઝડપાયો હતો. તેમાં SOGએ ઇમામખા નામના શખ્સને ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: ચાર તાલીમી પોલીસ સબ ઇન્સપેક્ટરોને ગેરશિસ્ત મામલે ડિસમીસ કરતા ખળભળાટ
પોલીસે ઈસમની ધરપકડ કરીને વધુ તાપસ હાથ ધરી
પોલીસે ઈસમની ધરપકડ કરીને વધુ તાપસ હાથ ધરી છે. આ નંબર પ્લેટો કોને વહેંચતો હતો તે અંગેની વધુ તપાસ હાથ ધરાઈ છે. મહેસાણાના નાગલપુરમાંથી RTOની નકલી નંબર પ્લેટો પકડાઈ હતી. નાગલપુરમાં આવેલા પ્રમુખ એન્કલેવ માર્કેટમાં ગેલેક્સી આર્ટ નામની દુકાનમાંથી નકલી નંબર પ્લેટો ઝડપાઈ હતી. હાઇ સિક્યોરિટી રેજિસ્ટ્રેશન પ્લેટ HSRP એટલે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે વાહનમાં HSRP પ્લેટ સિવાય કોઇ પણ પ્રકારની પ્લેટનો ઉપયોગ કરી શકાશે નહીં. જો તમારા વાહનમાં તમને HSRP નંબર પ્લેટ ફીટ કરાવવી હોય તો તમે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ અને RTOમાં જઇ તમે નંબર પ્લેટ લગાવી શકો છો.
આ પણ વાંચો: ગુજરાત: જૂની શરતની જમીનમાં તબદીલ કરવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો
અપોઇન્ટમેન્ટ લેટરની પ્રિન્ટ કરાવી અને તારીખ-સમય પ્રમાણે RTOમાં જવાનું રહેશે.
HSRP નંબર પ્લેટને તમારા વાહન પર ફીટ કરાવવાની પ્રક્રિયા ફ્રીમાં થતી નથી. તેના માટે RTO તમારા પાસેથી ચોક્કસ ચાર્જ વસૂલે છે. વાહન પ્રમાણે લોકોએ ચાર્જ આપવાનું રહેશે. જેમાં ગૂગલમાં HSRP Gujarat સર્ચ કરવું તથા ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિક કરી customer પર ક્લિક કરવું અને Old vehicle HSRP reguest and payment પર ક્લિક કરી વાહનની વિગતો ભરવાની. ઓનલાઇન પેમેન્ટ કર્યા બાદ SMS આવશે જેમાં તમારી HSRP નંબર પ્લેટ તૈયાર થયા હોવાની નોટિફિકેશન તમને મળશે. SMS મેળવ્યાં બાદ તમારે ફરીથી ઓફિશિયલ વેબસાઇટ પર જઇ અને Online Appoinment for HSRP Fitment પર ક્લિક કરી અને RTO સિલેક્ટ કરીને વિગતો ભરવાની.આ બાદ અપોઇન્ટમેન્ટ લેટરની પ્રિન્ટ કરાવી અને તારીખ-સમય પ્રમાણે RTOમાં જવાનું રહેશે.