ગુજરાતના વડોદરા, સુરત બાદ ભાવનગરમાં IASના નામે ફેક મેસેજ
- ફેક વોટ્સએપ મેસેજ કરીને ડોકટરો પાસે રૂપિયા ટ્રાન્સફર કરવાની ડિમાન્ડ મૂકી
- ઘટનામાં શ્રીલંકાનો નંબર હોવાનું જાણવા મળેલ છે
- મ્યુ. અધિકારીઓ, ડોકટરો એલર્ટ થઈ જતા સદ્દનસીબે કોઈ ભોગ બન્યું નથી
ગુજરાતના વડોદરા, સુરત બાદ ભાવનગરમાં IASના નામે ફેક મેસેજ શરૂ થયા છે. જેમાં કમિશનરના નામે ફેક આઈડી બનાવી ડૉકટરોને કહ્યું હું મિટિંગમાં છું, પૈસા ટ્રાન્સફર કરો. આ ઘટનામાં શ્રીલંકાનો નંબર હોવાનું જાણવા મળેલ છે. તેમાં ભાવનગરમાં મ્યુ. અધિકારીઓ, ડોકટરો એલર્ટ થઈ જતા સદ્દનસીબે કોઈ ભોગ બન્યું નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCના પ્રોપર્ટી પર ટેક્સમાં સેટિંગ કરતા દુકાનદાર ભરાયો
ફેક વોટ્સએપ મેસેજ કરીને ડોકટરો પાસે રૂપિયા ટ્રાન્સફર કરવાની ડિમાન્ડ મૂકી
ભાવનગર મ્યુનિસિપલ કમિશનરના નામે ફેક વોટ્સએપ મેસેજ કરીને ડોકટરો પાસે રૂપિયા ટ્રાન્સફર કરવાની ડિમાન્ડ મૂકી હતી. આવા પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં વડોદરા, સુરતમાં બન્યા બાદ ભાવનગરમાં પણ બની રહી છે, અગાઉ પણ આવી ઘટના ઘટી હતી, જોકે, ભાવનગરમાં મ્યુ. અધિકારીઓ, ડોકટરો એલર્ટ થઈ જતા સદ્દનસીબે કોઈ ભોગ બન્યું નથી. મ્યુનિસિપલ કમિશનરના વોટસએપ મેસેજ આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોકટર પર કરાયો હતો, જેમાં હું મિટિગમાં છુ, મારે પૈસાની લીમીટ હોવાનું જણાવીને ટ્રાન્સફર કરવા વિનંતી કરી હતી.
ઘટનામાં શ્રીલંકાનો નંબર હોવાનું જાણવા મળેલ છે
જોકે, ડોકટરો એલર્ટ હોવાથી તેનો ભોગ બનતા બચી ગયા હતા. ભૂતકાળમાં ઈન્ચાર્જ કમિશનર યોગેશ નિર્ગૂડે સુરત મિટિંગમાં ગયા હતા, એ સમયે પણ તેના નામે ફેક આઈડી બનાવીને હું સુરત હોવાથી એમેઝોનમાંથી ગિફ્ટ વાઈચર મોકલવા, રોકડ ટ્રાન્સફર કરવા સહિતના મેસેજ કરવામાં આવ્યા હતા. વડોદરા, સુરતમાં અધિકારીઓ આવા ફેક આઈડીનો ભોગ બની ચૂક્યા છે, ત્યારે ભાવનગરમાં પણ અવાર નવાર IASના નામે ફેક આઈડી બનાવીને સાઈટ વિઝિટ હોવાનું તેમજ રકમ ટ્રાન્સફર કરવાનું કહેવાય છે. જેમાં આ ઘટનામાં શ્રીલંકાનો નંબર હોવાનું જાણવા મળેલ છે.