ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઉનામાં નકલી ઘી બનાતું કારખાનું ઝડપાયું, 50થી વધુ નકલી ઘીના ડબ્બા મળી આવ્યા

Text To Speech
  • ઉનામાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ, 50થી વધુ ઘીના ડબ્બા ઝડપાયા.

Gir Somnath: ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા દરેક વસ્તુમાં ભેળસેળ કરે છે. ગુજરાતના ઉનામાં પોલીસે દરોડો પાડી નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ઉના પોલીસે ઉના વિસ્તારમાં ચાલતી નકલી ઘીની ફેક્ટરી પર દરોડો પાડી નકલી ઘીના 50થી વધુ ડબ્બા અને વનસ્પતિ તેલ સહિતની ભેળસેળની સામગ્રી મળી આવી હતી.

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ લોકાના સ્વાથ્યની ચીંતા કર્યા વગર જીવનમાં પૈસા કમાવામાં પડ્યા છે. અનેક વખત ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ ફુડ વિભાગના દરોડામાં પકડાતા હોય છે. તેમ છતાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ જપ કરતાં નથી. એવામાં ફરી ગીર સોમનાથના ઉનામાં નકલી ઘી બનાવતી ફેકટરી ઉના પોલીસના હાથે ઝડપાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત: કેનેડાના મોલમાં નોકરીની લાલચમાં થઇ ઓનલાઈન છેતરપીંડી

ઉના પોલીસે ઉનાના લુહાર ચોકના રહેણાક વિસ્તારમાં બાતમીના આધારે મકાન પર પોલીસે દરોડા પાડી નકલી ઘી બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે. અંબે પ્રોવિઝન નામનો દુકાનદાર નકલી ઘીનું કારખાનું ચલાવતો હતો. જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે. નકલી ઘીના કારખાનામાં પોલીસે દરોડા પાડી 50થી વધુ નકલી ઘી ઝડપી પાડ્યું છે. નકલી ઘી સાથે વેપારીના ત્યાંથી વનસ્પતિ તેલ તેમજ ભેળસેળની સામગ્રી મળી આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીને ઉના પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આવેલ મધ્યાહ્ન ભોજન કેન્દ્રો તંત્રની બેદરકારીથી બેહાલ, યોજના માત્ર કાગળ પર

Back to top button