ગુજરાતટોપ ન્યૂઝ

જામનગરના SP IPS Prem Sukh Deluનું ફેક ફેસબુક એકાઉન્ટ, પૈસાની માગણી કરવામાં આવી

Text To Speech
  • લોકો પાસેથી પૈસાની માગણી કરવામાં આવી રહી છે
  • SP નામનું જ ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયુ
  • અગાઉ IPS હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું

જામનગરના SP IPS Prem Sukh Deluનું ફેક ફેસબુક એકાઉન્ટ સક્રિય થયુ છે. જેમાં લોકો પાસેથી પૈસાની માગણી કરવામાં આવી રહી છે. ત્યારે SPએ લોકોને રિપ્લાય ન કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા

SP નામનું જ ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયુ

જામનગરના SPના નામે ફેક ફેસબુક એકાઉન્ટ સક્રિય થતા સાયબર ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. જામનગર જિલ્લા પોલીસ વડાનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જામનગરના એસ.પી.નું ફેક એકાઉન્ટ સામે આવતા ચકચાર મચી છે. SP નામનું જ ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયુ છે. તેમાં જામનગર એસપીના ફેક એકાઉન્ટના માધ્યમથી પૈસાની માગણી કરવામાં આવી રહી છે. ત્યારે એસ.પી.એ લોકોને રિપ્લાય ન કરવા અપીલ કરી છે. આ સમગ્ર મામલે જામનગર સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ઓનલાઇન ફૂડ મંગાવનારા સાવધાન, પાસ્તામાંથી જીવાત નીકળી

અગાઉ IPS હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું

અગાઉ IPS હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતુ. તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું, મારા ફોટા વાળું બનાવટી facebook એકાઉન્ટ બનાવી મેસેજ મોકલવાનું ધ્યાન પર આવેલ છે જે અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં. સપ્ટેમ્બર, 2023માં પણ આઈપીએસ હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતુ. તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી કે ફેક FB એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું, મારું બનાવટી ફેસબુક એકાઉન્ટ શરૂ કરનાર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મારા નામે બનાવટી એકાઉન્ટ શરૂ કરી કોઈપણ પ્રવૃત્તિ કરવાનું ધ્યાન પર આવે તો મને તરત જ જાણ કરવા વિનંતી.

Back to top button