ગુજરાતના મુખ્ય સચિવનું નકલી ફેસબુક એકાઉન્ટ, લોકો પાસે પૈસાની માંગ કરી


- કોઈએ પૈસા ટ્રાન્સફર કરવા નહીં – મુખ્ય સચિવ પંકજ જોશી
- CRPF અધિકારી હોવાનો દાવો કરીને પૈસાની માંગણી કરી
- ફેસબુક અને પોલીસને સમગ્ર મામલાની જાણ કરી
સાયબર ક્રાઇમના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેમાં સાયબર ક્રાઇમ કરનારા લોકો કરવાના અવનવા રસ્તાઓ શોધતા રહે છે. હવે આવા લોકો ફેસબુક દ્વારા લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે સામાન્ય માણસથી લઈને મોટા અધિકારીઓને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.
CRPF અધિકારી હોવાનો દાવો કરીને પૈસાની માંગણી કરી
ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશીનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને પૈસાની માંગણી કરી છે. આ નકલી એકાઉન્ટ બનાવનાર વ્યક્તિએ પોતાને CRPF અધિકારી હોવાનો દાવો કરીને પૈસાની માંગણી કરી છે. જેમાં મુખ્ય સચિવ પંકજ જોશીના નામે જાણ્યા વ્યક્તિએ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. આ અંગે સચિવ પંકજ જોશીએ જણાવ્યું છે કે,’કોઈ અજાણ્યા વ્યક્તિએ મારા નામે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે અને કોઈએ પૈસા ટ્રાન્સફર કરવા નહીં.’
ફેસબુક અને પોલીસને સમગ્ર મામલાની જાણ કરી
બીજી તરફ તેમણે ફેસબુક અને પોલીસને સમગ્ર મામલાની જાણ કરી છે. પોલીસે સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: અમદાવાદ : GSRTCમાં નોકરી આપવાના બહાને 45 લોકો સાથે લાખોની છેતરપિંડી