ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

એમ્બ્યુલન્સમાં નકલી નોટો, ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી સ્ટોરી !

Text To Speech

સુરતના કામરેજ પોલીસે ડુંગર ખોદ્યો અને નીકળ્યો ઉંદર જેવા ઘાટ સર્જાયા છે. ભારતીય ચલણની નકલી નોટ ઘુસાડાઈ રહી હોવાની બાતમીના આધારે નોટો તો ઝડપી પાડી, પરંતુ આ નોટ સિનેમાના ઉપયોગમાં લેવામાં આવતી નોટ નીકળતા પોલીસે અન્ય દિશામાં તપાસ શરૂ કરી છે. ગણતરી કરીયે તો 25 કરોડથી વધુની કિંમત થાય છે.

Fake currency notes

કામરેજ પોલીસને બાતમી મળતા નેશનલ હાઇવે 48 પર નવી પારડી ગામ પાસેથી એક એમ્બ્યુલન્સ ઝડપી પાડી હતી. દીકરી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એમ્બ્યુલન્સમાં લોખંડની પેટીમાં અધધ 2000 ના દરની ચલણી નોટો ભરેલી હતી. પોલીસે ગણતરી કરતા કુલ 1290 જેટલા બંડલ થતા હતા. જેની કુલ કિંમત 25.80 કરોડ થાય છે.

 

આ વિશે વધુ માહિતી આપતા સુરત ગ્રામ્યના પોલીસ વડા હિતેશ જોઇસરે કહ્યું કે, પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઈવર જામનગરના હિતેશ કોટડીયાની પૂછપરછ કરતા અને ચલણી નોટ ચેક કરતા આ નોટ સિનેમાના ઉપયોગમાં લેવા માટે માત્ર નોટપર લખાણ મળી આવ્યું હતું. ઉપરાંત રિઝર્વ બેંકના સ્થાને રિવર્સ બેંક લખાણ પણ મળી આવ્યું હતું. જોકે પોલીસે ઝડપી પાડેલી શંકાસ્પદ નકલી નોટ અને શંકાસ્પદ ઈસમ હિતેશ કોટડીયાની પૂછપરછ કરી રહી છે.

શંકાસ્પદ ડ્રાઈવર હિતેશ કોટડીયાએ આ નકલી ચલણી નોટો સુરતના એક ઈસમ પાસેથી જ લીધી હતી અને ત્યારબાદ દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની રાજકોટ ઓફિસ લઈ ગયો હતો અને ત્યાર બાદ ફરીથી સુરત લઈને આવી રહ્યો હતો. દરમ્યાન પોલીસને બાતમી મળતા શંકાને આધારે હાલ પોલીસે હિતેશની અટકાયત કરી હતી.

જાણવા જોગ ફરિયાદ દાખલ

પોલીસે હાલ ફક્ત જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે. જ્યારે આ મામલે પોલીસે હાલ આરબીઆઈના અધિરારીઓનો સંપર્ક કર્યો છે, અને વિગતો માંગી છે, આ મામલે કોઈ કાર્યવાહી થઈ શકે છે કે કેમ? માહિતી પ્રમાણે આ 2000 હજારની નકલી નોટો પર RBIની જગ્યાએ ભારતીય રિવર્સ બેંક લખવામાં આવ્યું હતું. ત્યારે તેમાં ક એક ખુલાસો કરવામાં આવ્યો છે કે, ફિલ્મની શૂટિંગ માટે આ નકલી ચલણી નોટો અહીં લાવામાં આવી છે.

હાલ સુરતના યોગી ચોક ખાતે રહેતા કોઈ ઈસમ પાસેથી આ નોટ લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતુ. તેમજ આ નોટ ક્યાં છપાઈ અને ક્યાં ઉદ્દશયથી છાપી એ અંગેની હકીકત વધુ તપાસ બાદ જ બહાર આવશે હાલ જિલ્લાની તમામ એજન્સીઓ આ ગુનાના તપાસમાં જોતરાઈ છે.

Back to top button