ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેરમાં છપાય છે નકલી નોટો, પોલીસ તંત્ર માટે પડકાર

Text To Speech

ભાવનગર સહિત રાજ્યમાં અનેક વખત ડુપ્લીકેટ નોટ છાપવાના કારખાનાઓ ઝડપાયા છે અને તેમાં હવે ભાવનગરના ભરતનગર વિસ્તારમાંથી પોલીસે ડુપ્લીકેટ નોટ છાપવાનું એક વધુ કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે 1.39 કરોડની ડુપ્લીકેટ નોટ તેમજ 5 શખ્સો અને મશીનરીઓ ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. ભાવનગરનું નામ આમ તો ડુપ્લીકેટ નોટ છાપવાના કેસને લઈને અનેક વખત બદનામ થતું આવ્યું છે અને પોલીસની રેડમા અનેક લોકો ઝડપાયા બાદ ફરી આ ગેરકાનૂની કામ બેરોકટોક ચાલી રહ્યું છે.

બેરોકટોક નોટ છાપવાના કામ ચાલી રહયા છે

શહેરના ભરતનગર વિસ્તારમાં ગાયત્રી નગર નજીક શ્રી રામ સોસાયટીમાં ભાડાના મકાનમાં લાંબા સમયથી ડુપ્લીકેટ નોટ છાપવાનું કામ ચાલતું હતું. તાજેતરમાં SOG પોલીસને બાતમી મળતા પોલીસે અહીં વોચ ગોઠવતા ડુપ્લીકેટ નોટ લેવા આવેલા શખ્સને આબાદ ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સને ઝડપી જે સ્થળે નોટ છપાતી હતી ત્યાંથી અન્ય 4 શખ્સોને પણ ઝડપી લીધા હતા. પોલીસે અહીં રેડ કરતા અત્યાર સુધીમાં સૌથી મોટો ડુપ્લીકેટ નોટનો જથ્થો મળી આવ્યો હતો. ભરતનગર વિસ્તારમાંથી ભૂતકાળમાં અનેક વખત ડુપ્લીકેટ નોટો ઝડપાઇ ચુકી છે તેમ છતાં અહીં બેરોકટોક નોટ છાપવાના કામ ચાલી રહયા છે તે પોલીસ તંત્ર માટે પડકાર રૂપ છે.

ભૂતકાળમાં પણ નકલી નોટો છાપીને માર્કેટમાં ચલાવી

નકલી નોટોના કારોબાર માટે ભાવનગર એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર શહેરમાં ફરી એક વખત ડુપ્લીકેટ નોટોનો કાળો કારોબાર ઝડપાયો છે. એસઓજી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં પોલીસે બાતમીના આધારે 1.39 કરોડના દરની નોટો, કલર પ્રિન્ટર, ઝેરોક્ષ કમ સ્કેનર મશીન તેમજ રોકડ રૂપિયાના મુદ્દા માલ સાથે એસ.ઓ.જી પોલીસે પાંચ આરોપીને દબોચી લીધા હતા. તપાસ દરમિયાન અન્ય ત્રણ શખ્સો નામ પણ ખુલ્યા છે જેને પોલીસે પકડવાની તજવીજ હાથ ધરી છે. જોકે પકડાયેલા આરોપી ભૂતકાળમાં પણ નકલી નોટો છાપીને માર્કેટમાં ચલાવી રહ્યા હતા. ત્યારે ફરી એક વખત આજે પોલીસે બજારમાં નોટ ફરતી થાય તે પહેલા જ આરોપી ને ઝડપી લીધા છે.

Back to top button