ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

MPમાં નકલી અને અસલી પોલીસ આવી આમને-સામને, પોલીસ યુનિફોર્મમાં ફરતી બે યુવતીઓ પકડાઈ

  • સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાડલી લક્ષ્મી પથ પર આરોપી યુવતીઓ પોલીસના યુનિફોર્મમાં ગુંડાગીરી કરી રહી હતી

રીવા, 28 ડિસેમ્બર: મધ્ય પ્રદેશના રીવામાં પોલીસની રેડ કોડ ટીમે બે શંકાસ્પદ યુવતીઓને પકડી પાડી છે, જે નકલી પોલીસ બનીને ફરતી હતી અને લોકો પાસેથી પૈસા પડાવી રહી હતી. સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાડલી લક્ષ્મી પથ પર આરોપી યુવતીઓ પોલીસના યુનિફોર્મમાં ગુંડાગીરી કરી રહી હતી. આ દરમિયાન પોલીસની રેડ કોડ ટીમે શંકાસ્પદ યુવતીઓ જોઈ હતી, જ્યારે નકલી મહિલા પોલીસનો સામનો અસલી મહિલા પોલીસ સાથે થયો, ત્યારે તેઓ ચોંકી ગયા.

પોલીસ યુનિફોર્મમાં ફરતી આ યુવતીઓને પકડીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આ બંનેએ પોલીસના નામે લોકો પાસેથી પૈસા પણ પડાવી લીધા છે. ધરપકડ કરાયેલી યુવતીઓને જ્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા તો તેઓ યોગ્ય જવાબ પણ આપી શકી ન હતી. રેડ કોડ ટીમે તરત જ બંનેની ધરપકડ કરી હતી અને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

લાડલી પથ પર નકલી પોલીસ બનીને ફરી રહી હતી

આ ઘટના શુક્રવારે બપોરે બની હતી. સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારના લાડલી પથ રોડ પરથી પસાર થતી રેડ કોડ પોલીસની ટીમે બે મહિલા પોલીસકર્મીઓને રસ્તા પર ચાલતી જોઈ. જ્યારે રેડ કોડ ટીમને શંકા ગઈ તો તેઓ બંને યુવતીઓ પાસે ગઈ અને તેમને પ્રશ્નો પૂછવા લાગ્યા. બંને નકલી પોલીસ મહિલા અસલી પોલીસના પ્રશ્નોથી ઘેરાઈ ગઈ અને તેમણે દરેક પ્રશ્નના ગોળ ગોળ જવાબ આપવાનું શરૂ કર્યું. જ્યારે રેડ કોડ ટીમને મામલો શંકાસ્પદ લાગ્યો તો તેઓએ યુનિફોર્મમાં બંને યુવતીઓની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

પૂછપરછ દરમિયાન ખુલાસો

મહિલા પોલીસ ટીમે બંને યુવતીઓને પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ કરતાં તેઓએ સત્ય કબૂલ્યું હતું અને તેઓ નકલી પોલીસ હોવાની માહિતી આપી હતી. સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કમલેશ સાહુએ જણાવ્યું કે, પકડાયેલી બે નકલી મહિલા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેશન ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર, પકડાયેલી યુવતીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 204 અને 205 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટેશન ઈન્ચાર્જનું કહેવું છે કે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ વધુ કંઇ કહી શકાશે.

બંને યુવતીઓ રીવાની રહેવાસી

પોલીસમાંથી મળતી માહિતી મુજબ, પોલીસ યુનિફોર્મ પહેરેલી બંને યુવતીઓ રીવાની રહેવાસી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી બંને યુવતીઓ પોલીસનો યુનિફોર્મ પહેરીને શહેરમાં ફરતી હતી. તેઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ રીતે યુનિફોર્મ પહેરીને શહેરમાં ફરતી યુવતીઓ પાછળનો હેતુ શું હતો તે પૂછપરછ બાદ જ સત્ય બહાર આવશે. એક વ્યક્તિએ કહ્યું કે, પકડાયેલી યુવતીઓમાંથી એક મહિલા પોલીસ સ્ટેશન ઓફિસરના યુનિફોર્મમાં હતી, જ્યારે બીજી કોન્સ્ટેબલનો યુનિફોર્મ પહેરીને ધાકધમકી બતાવવા માટે શહેરમાં ફરતી હતી.

ત્રીજો ભાગીદાર ફરાર

બંને યુવતીઓએ તેમના યુનિફોર્મની જાહોજલાલી બતાવીને લોકો પાસેથી પૈસા પડાવી લીધા હતા. બે યુવતીઓ સિવાય તેનો એક મિત્ર પણ છે, પરંતુ તેને કદાચ આ યુવતીઓની ધરપકડનો ખ્યાલ હતો, જેના કારણે તે ભાગી ગયો હતો. પોલીસ ટીમે સાથી યુવકને પકડવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, પરંતુ તે પોલીસને મળ્યો ન હતો, જેની શોધખોળ સતત ચાલી રહી છે.

આ પણ જૂઓ: બનાસકાંઠા: પત્નીએ પતિની હત્યા કરી આત્મહત્યામાં બદલવા રચ્યું ષડ્યંત્ર

Back to top button