અમદાવાદમાં ફેક એકાઉન્ટ-કંપની દ્વારા કૌભાંડ, સાયબર ફ્રોડ કરી 50 કરોડ દુબઈ મોકલ્યા


- ઈસનપુરના યુવકને પકડી પાડી ઊંડી તપાસ કરી
- કરોડો રૂપિયાની આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય હેરાફેરીનું કારસ્તાન
- બેન્ક એકાઉન્ટ ખોલાવી આ એકાઉન્ટસ ભાડેથી ફેરવતો
અમદાવાદમાં ફેક એકાઉન્ટ-કંપની દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે. જેમાં સાયબર ફ્રોડ કરી 50 કરોડ દુબઈ મોકલ્યા હતા જેમાં ટોળકી અમદાવાદમાંથી પકડાઈ છે. સામાન્ય નાગરિકોને ભોળવી તેમના પાન કાર્ડ, આધાર કાર્ડ મેળવી લઈને તેમના નામે બનાવટી બેન્ક એકાઉન્ટસ અને કંપનીઓ ખોલીને કરોડો રૂપિયાની આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય હેરાફેરીનું કારસ્તાન ઑક્ટોબર-2024થી ચલાવાતું હતું.
ઈસનપુરના યુવકને પકડી પાડી ઊંડી તપાસ કરી
બાતમીના આધારે ઝોન-7 ડીસીપી સ્કવોડે વી. એસ. પાસેથી ઈસનપુરના યુવકને પકડી પાડી ઊંડી તપાસ કર્યા પછી કુલ પાંચ આરોપી સામે ગુનો નોંઘ્યો છે. દુબઈથી સંચાલન કરતી ટોળકીના બે આરોપી સકંજામાં આવતાં ચોંકાવનારા ખુલાસા થવાની દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે.
બેન્ક એકાઉન્ટ ખોલાવી આ એકાઉન્ટસ ભાડેથી ફેરવતો
ઝોન-7 ડીસીપી સ્કવોડે બાતમીના આધારે વી. એસ. હૉસ્પિટલ પાસેથી બાતમીના આધારે ઈસનપુરની મનોરમા સોસાયટીમાં રહેતા ચિરાગ નરેશભાઈ કડિયાને પકડી પાડ્યો હતો. મૂળ વાવ ગામનો ચિરાગ કડિયા જુદા જુદા વ્યક્તિઓના નામના બેન્ક એકાઉન્ટ ખોલાવી આ એકાઉન્ટસ ભાડેથી ફેરવતો હોવાની વિગતોના આધારે 32 વર્ષના ચિરાગની પૂછપરછ શરુ કરવામાં આવી હતી. બાદમાં, સાયબર ફ્રોડ સહિત અન્ય બેનંબરી નાણાંકીય હેરાફેરી માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપવાના કારસ્તાનમાં કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ડ્રગ્સની દાણચોરી મામલે દર મહિને સરેરાશ જાણો કેટલા લોકોની કરાય છે ધરપકડ