સ્વરા ભાસ્કરના ‘ભાઈ’વાળા ટ્વીટ પર ફહાદ અહેમદે કરી સ્પષ્ટતા, આપ્યો આવો જવાબ
ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા બાદ સ્વરા ભાસ્કરનું એક જૂનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં તેણે તેના પતિને ‘ભાઈ’ કહીને બોલાવ્યા હતા. આ ટ્વીટ પર ટ્રોલર્સે તેને ટ્રોલ કરી હતી. હવે સ્વરાના પતિ ફહાદે આ ટ્વિટને લઈ સ્પષ્ટતા કરી છે.
અંતે, આ ટ્વિટ પર મૌન તોડતા ફહાદે કહ્યું, “સંઘોએ એ તો સ્વીકાર્યું કે હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેન હોઈ શકે છે. બસ હવે એ પણ સ્વીકારો કે પતિ-પત્ની પણ મજાક કરી શકે છે.”
Jokes a part
संघियों ने यह तो माना
हिन्दू-मुस्लिम भाई बहन हो सकते है
बस यह और मान लो पति पत्नी मज़ाक़ भी कर सकते है……
— Fahad Ahmad (@FahadZirarAhmad) February 19, 2023
મહત્વનું છે કે, થોડા સમય પહેલા સ્વરા ભાસ્કરે ફહાદ અહમદને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને તેને ભાઈ પણ કહ્યો હતો. યૂઝર્સે આ વસ્તુને ઈન્ટરનેટ પર ટ્રેન્ડિંગ ટોપિક બનાવી છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે તમે ભાઈને તમારો પતિ બનાવી લીધો.
આ દરમિયાન સ્વરાએ ટ્વિટ કર્યું, “હેપ્પી બર્થડે ફહાદ મિયાં ! ભાઈનો આત્મવિશ્વાસ અકબંધ રહે. ખુશ રહો, આબાદ રહો. તમારી ઉંમર થઈ ગઈ છે, હવે લગ્ન કરી લો!
સ્વરાના ટ્વિટના જવાબમાં ફહાદે આ ટ્વિટ કર્યું
સ્વરા ભાસ્કરના આ ટ્વિટને રીટ્વિટ કરતા તેના પતિ ફહાદ અહેમદે લખ્યું, “ઝરાનવાઝીના દોસ્ત તમારો આભાર. ભાઈના વિશ્વાસે ઝંડો ઉંચો ફરકાવ્યો છે, હવે તે અકબંધ રહેવું જરૂરી છે અને હા, તમે વાયદો આપ્યો હતો કે તમે મારા લગ્નમાં આવશો એટલે સમય કાઢો. મને છોકરી મળી ગઈ છે.
તમને જણાવી દઈએ કે- 16 ફેબ્રુઆરી 2023ના રોજ સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, બંનેએ ખૂબ જ સુંદર કપડાં પહેર્યા હતા, જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે તેઓના લગ્ન થઈ ગયા છે. સ્વરા ભાસ્કરે તેની માતાની લાલ રંગની સાડી પહેરી હતી.
લગ્ન વિશે જાહેરાત કરતા સ્વરાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “પરિવાર અને મિત્રોનો પ્રેમ અને ખુશી મેળવીને હું ધન્ય અનુભવુ છું ! મેં મારી માતાની સાડી અને તેના ઘરેણાં પહેર્યા હતા.. શરણાઈવાળી લગ્નની તૈયારી માટે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.