ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નડિયાદમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું

Text To Speech
  • 100, 200 અને 500 રૂપિયાની નકલી ચલણી નોટો છાપતા હતા
  • SOG પોલીસ દ્વારા પ્રિન્ટર, નકલી ચલણી નોટો જપ્ત કરાઇ
  • નકલી ચલણી નોટો સાથે બે લોકોની ધરપકડ કરાઈ

ગુજરાતમાં વારંવાર નકલી નોટો ઝડપાઈ રહી છે. ત્યારે હવે નડિયાદમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે. ખેડા SOG પોલીસ દ્વારા પ્રિન્ટર, નકલી ચલણી નોટો છાપવાની સામગ્રી અને 1 લાખ રૂપિયાથી વધુની નકલી ચલણી નોટો સાથે બે લોકોની ધરપકડ કરાઈ છે.

વ્હોરવાડ વિસ્તારમાં ધૂપેલીના ખાંચામાં નકલી નોટો છાપવાનું કારખાનું ચાલતું

ઉલ્લેખનીય છે કે નડિયાદ શહેરમાં આવેલા વ્હોરવાડ વિસ્તારમાં ધૂપેલીના ખાંચામાં નકલી નોટો છાપવાનું કારખાનું ચાલતું હતું. આ અંગેની જાણ SOG પોલીસને થતા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં મહમ્મદશરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઇ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઇ અલાદની ધરપકડ કરી છે. આ બંને યુવકો 100, 200 અને 500 રૂપિયાની નકલી ચલણી નોટો છાપતા હતા.

આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા પોલીસ કામગીરી કરવામાં આવશે

SOG પોલીસે પ્રિન્ટર, નોટો છાપવાની સામગ્રી સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા પોલીસ કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી

Back to top button