ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગંગટોકમાં “તથ્યવાળી” થઈ, દૂધની ટેન્કરે અનેકને કચડી નાખ્યા

Text To Speech
  • દૂધ ભરેલા ટેન્કરના ડ્રાઈવરે ગુમાવ્યો કાબુ, કાબુ ગુમાવતાની સાથે જ લીધા 3ના જીવ, 20થી વધુ ઘાયલ
  • મુખ્યમંત્રીએ અકસ્માતને લઈને દુ:ખ વ્યક્ત કર્યું અને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રુપિયા વળતર આપવાની કરી જાહેરાત

ગંગટોક, 11 ફેબ્રુઆરી: સિક્કિમની રાજધાની ગંગટોકમાં દૂધ ભરેલા એક ટેન્કરે ભીડને કચડી નાખતાં 3 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે ગંગટોક જિલ્લાના રાનીપૂલ ખાતે એક કાર્યક્રમમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે કાબુ ગુમાવ્યો હતો અને લોકોના ટોળાને કટડી નાખ્યું હતું.

ટેન્કર ડ્રાઈવરની ધરપકડ, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ

પોલીસે જણાવ્યું કે અહીંથી લગભગ 11 કિમી દૂર રાનીપૂલ મેળા મેદાનમાં સાંજે લગભગ 7.30 વાગ્યે ટોમ્બોલા રમવા માટે ભીડ એકઠી થઈ હતી, ત્યાં આ બનાવ બન્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, ‘ટેન્કરના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે’. એક અધિકારીએ જણાવ્યું કે તમામ ઘાયલ લોકોને સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ બેને મૃત જાહેર કર્યા અને એકનું હોસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું.

 

સિક્કિમના મુખ્યમંત્રીએ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર આપવાની કરી જાહેરાત

હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર છે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગે કહ્યું કે તેઓ રાણીપૂલમાં થયેલા અકસ્માતથી ખૂબ જ દુઃખી છે. તેમણે આ દુઃખદ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. વધુમાં તેમણે કહ્યું કે, ‘અમે આ મુશ્કેલ સમયમાં તમામ શક્ય સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. મારા વિચારો ઘાયલો અને તેમના પરિવારો સાથે છે અને હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

આ પણ વાંચો: JEEની પરીક્ષા આપ્યા બાદ વધુ એક વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

Back to top button