ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

Fact Check: શું ભાજપ દ્વારા ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું? જાણો દાવા પાછળનું સત્ય

  • વીડિયોમાં એક મહિલા પોલિંગ એજન્ટ મતદાન દરમિયાન કથિત રીતે બે મહિલાઓને કરી રહી છે પ્રભાવિત 

નવી દિલ્હી, 26 એપ્રિલ: લોકસભા ચૂંટણીને પગલે સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા, જે પોલિંગ એજન્ટ તરીકે દેખાઈ રહી છે, તે મતદાન દરમિયાન કથિત રીતે બે મહિલાઓને પ્રભાવિત કરી રહી છે અને તેમને EVM બટન દબાવવાની સૂચના આપી રહી છે, જે સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થઈ રહી છે. આ વીડિયોને લઈને દાવા કરવામાં આવી રહ્યો છે કે, “2024ની સામાન્ય ચૂંટણીમાં મતદારોને ભાજપની તરફેણમાં મતદાન કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.” તો શું છે આ દાવા પાછળનું સત્ય? આવો જાણીએ

Fact check
Fact check

દાવો: 2024ની સામાન્ય ચૂંટણીમાં બે મતદારોને ભાજપને મત આપવા દબાણ કરતા પોલિંગ એજન્ટના દ્રશ્યો.

હકીકત: 2024ની ચૂંટણીમાં એક મહિલા મતદારોને ભાજપને મત આપવા માટે પ્રભાવિત કરી રહી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલો વાયરલ વિડિયો વાસ્તવમાં 2019નો છે અને વર્તમાન ચૂંટણીઓ સાથે તેનો કોઈ સંબંધ નથી. વીડિયો, ઓછામાં ઓછો મે 2019ની સામાન્ય ચૂંટણી પહેલાનો છે અને તેથી તે 2024ની ચૂંટણી સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. તેથી પોસ્ટમાં કરાયેલો દાવો ખોટો છે.

claim

તપાસમાં શું બહાર આવ્યું?

વાયરલ વીડિયોમાંથી કાઢવામાં આવેલી કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ કરતા જાણવા મળ્યું કે, આ વીડિયોને હિન્દુસ્તાન ટાઈમ્સના રાજકીય સંપાદક વિનોદ શર્મા સહિત ઘણા લોકો  દ્વારા મે 2019માં અપલોડ કરવામાં આવ્યો હતો. વધુ તપાસમાં આ મુદ્દા અંગે મે 2019માં ન્યૂઝ સેન્ટ્રલ (આર્કાઇવ) અને સિયાસત ડેઇલી દ્વારા પ્રકાશિત અહેવાલો બહાર આવ્યા. આ અહેવાલો સૂચવે છે કે, આ ઘટના ગ્રામીણ પશ્ચિમ બંગાળમાં 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન બની હતી. જો કે, આ અહેવાલોમાં વધુ વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

Fact check

પુરાવા સૂચવે છે કે, વાયરલ વીડિયો 2024ની સામાન્ય ચૂંટણીના ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલાનો છે. વધુમાં, FACTLYએ અગાઉ તે જ વીડિયોને ડિબંક કર્યો હતો જ્યારે તે 2021 પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ અને તેલંગાણામાં 2019 હુઝુરનગર પેટા ચૂંટણી દરમિયાન બૂથ કેપ્ચરિંગના વિઝ્યુઅલ તરીકે વાયરલ થયો હતો. ટૂંકમાં, 2024ની સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા બૂથ કેપ્ચરિંગનો ખોટો દાવો કરતો એક જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે.

આ પણ જુઓ: ગુજરાતમાં ચૂંટણી ખર્ચના મામલે કોંગ્રેસના ઉમેદવાર ભાજપ કરતાં આગળ નીકળી ગયા

Back to top button