Fact Check: RBI 150 રૂપિયાની નોટ બહાર પાડશે? જાણો હકીકત


નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી, 2025: સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના અહેવાલ અને વીડિયો વાયરલ થતાં હોય છે. જેમાંથી કેટલાંક ભ્રામક હોય છે. હાલ આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ટૂંક સમયમાં જ 150 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડવામાં આવશે.
ઉપરાંત કેટલાક અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે 500 રૂપિયાની નોટ પર રામ મંદિરનો ફોટો, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનો ફોટો કે પછી ઉદ્યોગપતિ રતન ટાટાનો ફોટો છાપવામાં આવશે, પરંતુ આ તમામ દાવા તો આરબીઆઈ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા.
શું થયું છે વાયરલ?
સોશિયલ મીડિયા પર હાલમાં 150 રૂપિયાની નોટનો ફોટો વાયરલ થયો છે. જેમાં આરબીઆઈ દ્વારા ટૂંક સમયમાં જ 150 રૂપિયાની નવી નોટ માર્કેટમાં રજૂ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ બાબતે આરબીઆઈ દ્વારા કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. જ્યારે આ બાબતે પૂરતી તપાસ કરવામાં આવી હતી ત્યારે ધ્યાનમાં આવ્યું કે આ વાઈરલ થયેલી નોટ એકદમ વાઈરલ છે અને તે એડિટેડ છે. આરબીઆઈ દ્વારા 150 રૂપિયાની નવી નોટનો આવો કોઈ સેમ્પલ બહાર પાડવામાં નથી આવ્યો એટલે આ નોટ એકદમ બનાવટી છે અને એના પર વિશ્વાસ કરવાની જરૂર નથી.
થોડાક સમય પહેલાં જ એવા અહેવાલો સામે આવ્યા હતા કે 500 રૂપિયાની નવી નોટ બજારમાં આવશે જેના પર દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાનો ફોટો છાપવામાં આવશે. આ સિવાય 500 રૂપિયાની નોટ પર રામ મંદિર અને ભગવાન રામનો ફોટો છાપવામાં આવશે, એવો દાવો પણ અનેક વખત કરવામાં આવ્યો હતો, પરંતુ આરબીઆઈ દ્વારા આ તમામ દાવા નકારી કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ લોન લેનારાઓ માટે RBIની મોટી જાહેરાત, હવે બેન્ક ગ્રાહકોને ચૂકવશે પેનલ્ટી ચાર્જની રકમ