Fact check: બંધારણ લખતી વખતે ડૉ.આંબેડકર નશામાં હતા! કેજરીવાલનો વીડિયો વાયરલ
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: લાઇટહાઉસ જર્નાલિઝમનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યો હતો. નવ સેકન્ડનો વિડિયો એ દાવા સાથે હતો જેમાં AAP નેતા અરવિંદ કેજરીવાલે ભૂતકાળમાં કહ્યું હતું કે, બંધારણ લખતી વખતે ડૉ બાબાસાહેબ આંબેડકર નશામાં હતા. સોશિયલ મીડિયા યુઝર્સે પણ માંગ કરી હતી કે આવું કહેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવે.
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આવું કશું કહ્યું નહોતું કોંગ્રેસ પાર્ટીના બંધારણ વિશે વાત કરતા તેમનો જુનો, એડિટેડ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે અને અરવિંદ કેજરીવાલ વાયરલ વીડિયોમાં કોંગ્રેસ પાર્ટીના બંધારણ વિશે વાત કરી રહ્યા હતા, ભારતીય બંધારણ વિશે નહીં.
દાવો: X યુઝર વિભોર આનંદે તેની પ્રોફાઈલ પર વાયરલ દાવા સાથે વીડિયો શેર કર્યો છે.
અન્ય યુઝર્સ પણ આ જ ક્લિપ શેર કરી રહ્યા છે
According to Arvind Kejriwal, Baba Saheb wrote the Constitution after drinking alcohol.
A Sanghi is and will always be anti-Dalit and anti-constitutional.Kejriwal’s views are so similar to those of the Sanghis, it is why he is called Chhota Sanghi!#Ambedkar pic.twitter.com/41cGIOmGXB
— Andhra Pradesh Congress Sevadal (@SevadalAPS) December 23, 2024
BR Ambedkar was drunk while writing the Constitution: @ArvindKejriwal
He should be Arrested
बाबा साहब का अपमान
नहीं सहेगा हिंदुस्तान #Ambedkar #babasahabambedkar pic.twitter.com/Qt2VxLr7Iw— Dr Vivek Chouksey (@VForU_) December 23, 2024
“जिसने संविधान लिखा होगा, उसने भी दारू पी कर ही संविधान लिखा होगा”…!!!
THE “MOST NOTORIOUS FRAUD” IN INDIAN POLITICS…!!!
😡😡😡😡😡😡😡 pic.twitter.com/IPb9PfHNPt
— Abhi Athavale🇮🇳🇮🇳 भारत माता की जय (@athavale_abhi) December 23, 2024
તપાસ: વીડિયોના કોમેન્ટ સેક્શનને ચેક કરીને તપાસ શરૂ કરી અને ત્યાં વીડિયો બ્લેક એન્ડ વ્હાઇટ વિઝ્યુઅલને બદલે કલરમાં મળી આવ્યો. આ વિઝ્યુઅલ્સ પર રિવર્સ ઇમેજ સર્ચ કર્યું. ઉપરાંત, વીડિયોમાં નીચે AAPની કેટલીક ટોપીઓ જોવા મળી રહી છે, જેનાથી સંકેત મળે છે કે કેજરીવાલ ખુલ્લામાં પોડિયમ પર ઉભા રહીને ભાષણ આપી રહ્યા હશે.
Well @ArvindKejriwal’s inspiration for doing Liquor Scam revealed by Aapiyas themselves…
Jo daaru se Kare itna pyaar woh congress ko kaise karega inkaar…
🤣🤣🤣 pic.twitter.com/OCxJNBELTZ
— Vibhor Anand🇮🇳(हिंसक हिंदू) (@AlphaVictorVA) December 23, 2024
કોમેન્ટ સેક્શનમાં આ વીડિયો 22 સેકન્ડનો હતો. આ લાંબા વર્ઝનમાં, અરવિંદ કેજરીવાલ કોંગ્રેસ પક્ષના બંધારણ વિશે વાત કરતા સાંભળવામાં મળ્યા હતા. ત્યારપછી ઇન્ટરનેટ પર એ જ વીડિયો શોધવાનું શરૂ કર્યું. આનાથી અન્ય વીડિયો મળી આવ્યો જેનું શીર્ષક હતું: કોંગ્રેસ કા સંવિધાન કયા કહેતા હૈ? જો કે, વિડિયો 23મી ડિસેમ્બરે અપલોડ કરવામાં આવ્યો હતો જે સૂચવે છે કે તે તાજેતરમાં ઉમેરવામાં આવ્યો હતો.
તપાસમાં પછી આમ આદમી પાર્ટીની યુટ્યુબ ચેનલ તપાસી અને વીડિયો વિભાગમાં ‘સૌથી જુના’નું ફિલ્ટર લાગુ કરતાં એક પછી એક વિઝ્યુઅલ સમાન વીડિયોઝ તપાસ્યા. આનાથી 12 વર્ષ પહેલા ચેનલ પર અપલોડ કરવામાં આવેલો એક વીડિયો મળી આવ્યો.
આ વીડિયોમાં લગભગ 4 મિનિટે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના બંધારણ વિશે વાત કરવાનું શરૂ કરે છે અને લગભગ 4 મિનિટ 40 સેકન્ડે તેઓ કહે છે, “કોંગ્રેસ પાર્ટીનું બંધારણ કહે છે કે કોઈ કાર્યકર દારૂનું સેવન ન કરે. આપણામાંથી કોઈએ કહ્યું કે જેમણે બંધારણ લખ્યું છે તેણે લખતી વખતે દારૂનું સેવન કર્યું હશે.
નિષ્કર્ષ: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું નહોતું કે, ડૉ. બી.આર. આંબેડકર નશામાં હતા ત્યારે બંધારણ લખ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના બંધારણ વિશે વાત કરતા તેમનો જુનો, એડિટેડ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થયો છે. વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે અને દાવો ખોટો છે.
આ પણ જૂઓ: ડોન દાઉદના ભાઈ ઈકબાલ કાસકર ઉપર EDનો સકંજો, જાણો શું છે આરોપ