ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Fact check: શું સર્વેમાં INDI ગઠબંધનને 10 રાજ્યોમાં લીડ મળી? જાણો વાયરલ દાવાની હકીકત

  • અખબારના નામે નકલી સર્વે સોશિયલ મીડિયા પર થયો વાયરલ 
  • અખબારે વાયરલ થયેલા સર્વેને નકલી ગણાવ્યો હતો

નવી દિલ્હી, 18 એપ્રિલ: લોકસભા ચૂંટણી પહેલા એક અખબારનો સર્વે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે કેરળ, કર્ણાટક, તેલંગાણા અને તમિલનાડુ સહિત 10 રાજ્યોમાં INDI ગઠબંધનને ફાયદો થતો દેખાઈ રહ્યો છે અને ભાજપ ગઠબંધન સત્તાથી બહાર જણાઈ રહ્યું છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર અખબારના આ કથિત વાયરલ સર્વેનું પેપર કટીંગ શેર કર્યું છે. જેમાં INDIA એલાયન્સની લીડનો દાવો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અખબારનું આ વાયરલ કટિંગ તેલંગાણાના એક કોંગ્રેસી સભ્ય દ્વારા ફેસબુક પર પણ શેર કરવામાં આવ્યું હતું અને તેમણે લખ્યું હતું કે, “10 રાજ્યોમાં કોંગ્રેસની સ્પષ્ટ લીડ છે. INDI ગઠબંધન દસ રાજ્યોમાં આગળ છે અને માત્ર આ દસ રાજ્યોમાં જ 200નો આંકડો પાર કરવાની ક્ષમતા ધરાવે છે. હિન્દી હાર્ટલેન્ડ બનેલા રાજ્યોમાં પણ ભાજપ માટે વોટ જીતવા માટે PM મોદીની પ્રતિષ્ઠા અપૂરતી છે. એનડીએનું મહારાષ્ટ્ર, બંગાળ અને બિહારમાં સફાયો થવાની સંભાવના છે.

જો કે, જ્યારે આ સર્વેની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં આવો કોઈ સર્વે જોવા મળ્યો ન હતો. આ સાથે ખુદ અખબારે આ વાયરલ તસવીરને નકલી ગણાવી છે અને કહ્યું છે કે, અખબાર આવી કોઈ સામગ્રીનો દાવો કરતું નથી.

તપાસમાં શું બહાર આવ્યું?

સર્વેની તપાસમાં બહાર આવ્યું કે વાયરલ અખબારએ તારીખ 13 એપ્રિલના રોજ પ્રકાશિત ભોપાલ આવૃત્તિનું પ્રથમ પૃષ્ઠ હતું. જે બાદ અખબારની વેબસાઈટ પર આ જ તારીખનું ઈ-પેપરને સર્ચ કરવામાં આવતા આ ડેટનું પેપર વાયરલ કટિંગથી બિલકુલ અલગ નીકળ્યું.  ઈ-પેપરનું આગળનું પેજ વાયરલ કટિંગ પેપર સાથે બિલકુલ મેચ થતું નહોતું.

જ્યાં વાયરલ પેપર કટિંગમાં સર્વે નજરે પડે છે ત્યાં વાસ્તવિક ઈ-પેપરમાં જ્ઞાતિની વસ્તી ગણતરી અને વરસાદના અહેવાલો દેખાય છે, આવી સ્થિતિમાં અસામાજિક તત્વોએ ચૂંટણી દરમિયાન આ નકલી તસવીર બનાવીને વાયરલ કરી હોવાનું તપાસમાં સાબિત થયું છે. જ્યારે ગૂગલ પર અખબારના સર્વેના કીવર્ડ્સ સર્ચ કર્યા ત્યારે 14 એપ્રિલે પ્રકાશિત થયેલો રિપોર્ટ જાણવા મળ્યો. જેમાં મતદારોના મૂડનું મૂલ્યાંકન કરવા માટે અખબારના પોતાના સર્વેક્ષણના પરિણામો દર્શાવવામાં આવ્યા હતા, તે સાત દિવસની સમયમર્યાદામાં હાથ ધરવામાં આવ્યું હતું અને આઠ લાખથી વધુ લોકોએ તેમાં ભાગ લીધો હતો.

આ પણ જુઓ: ગુજરાત: સી.આર.પાટીલ આજે નવસારી બેઠક પર ઉમેદવારી પત્ર ભરશે

Back to top button