ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

ચીનનો ન્યુમોનિયા ભારતમાં નથી આવ્યો- સ્વાસ્થ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા

  • ચીનમાં ફેલાયેલા રહસ્યમય ન્યુમોનિયાના 7 કેસ દિલ્હી AIIMSમાં મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો
  • આ પછી જ્યારે આ સમાચાર ઝડપથી ફેલાવા લાગ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ સમાચારને નકારી કાઢ્યા છે

નવી દિલ્હી, 08 ડિસેમ્બર: ચીનમાં છેલ્લા કેટલાક સમયથી રહસ્યમય ન્યુમોનિયાના કેસ ઝડપથી વધી રહ્યા છે. માયકોપ્લાઝમા ન્યુમોનિયા નામની આ બીમારીથી બાળકો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. આ દરમિયાન તાજેતરમાં જ ભારતના ઘણા મીડિયા અહેવાલોએ પણ સમાચાર પ્રસારિત કર્યા હતા કે હવે ચીનમાંથી આ ન્યુમોનિયાના કેસ આપણા દેશમાં પણ જોવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હીના AIIMSમાં આ ન્યુમોનિયાના 7 સેમ્પલ પોઝિટિવ મળ્યા છે. પરંતુ હવે આ દાવાઓને ખુદ ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે નકારી કાઢ્યા છે.

ચાઈનીઝ ન્યુમોનિયા અંગે કયા દાવા કરવામાં આવ્યા હતા?

ઘણી મીડિયા સંસ્થાઓએ સમાચાર બતાવ્યા હતા કે ચીનમાં ફેલાયેલા માયકોપ્લાઝમા ન્યુમોનિયાના 7 કેસ દિલ્હી સ્થિત AIIMSમાં મળી આવ્યા છે. આ પછી સોશિયલ મીડિયા પર આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા. ઘણા લોકોએ આ અંગે ટ્વિટ પણ કરી છે. એક યુઝરે લખ્યું હતું કે, China Pneumonia Cases in india: ભારતમાં મળ્યા ચીનમાં ફેલાઈ રહેલા માયકોપ્લાઝમા ન્યુમોનિયાના દર્દી, દિલ્હી AIIMSમાં 7 પોઝિટિવ કેસ. જ્યારે અન્ય એક યુઝરે એક મીડિયા રિપોર્ટને રિપોસ્ટ કરતા લખ્યું કે, દિલ્હી AIIMSમાં એમ-ન્યુમોનિયાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ બેક્ટેરિયા ચીનમાં ફેલાયેલા ન્યુમોનિયા સાથે સંકળાયેલા છે. આ તે જ કેસ છે જે સમગ્ર ચીનમાં બાળકોમાં શ્વસનની બીમારીમાં અચાનક વધારા સાથે જોડાયેલા છે.

ભારત સરકારે દાવાઓને નકારી કાઢ્યા

જ્યારે આ સમાચાર વાયરસની જેમ ફેલાવા લાગ્યા ત્યારે ખુદ ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે આ ભ્રામક માહિતી અને મીડિયાના તમામ અહેવાલોનું ખંડન કર્યું. સ્વાસ્થ્ય મંત્રાલયે તેના ટ્વીટમાં જણાવ્યું હતું કે, દિલ્હી AIIMSમાં આવેલા 7 કેસને ચીનમાં તાજેતરમાં ફેલાયેલા ન્યુમોનિયાના કેસ સાથે જોડાયેલા નથી. દિલ્હી AIIMSમાં બેક્ટેરિયાના કેસોની તપાસનો દાવો કરતા મીડિયા રિપોર્ટ્સ ભ્રામક અને ખોટા છે.

ઉત્તર ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બીમારીઓમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને તાત્કાલિક જાહેર આરોગ્ય તૈયારીઓની સમીક્ષા કરવાની સલાહ આપી છે.

ચીનમાં ન્યુમોનિયા ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે

WHOએ જણાવ્યું હતું કે, ઉત્તર ચીનમાં ઑક્ટોબરના મધ્યથી અગાઉના ત્રણ વર્ષની સરખામણીમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીઓમાં વધારો નોંધાયો હતો. વૈજ્ઞાનિકો કહે છે કે, પરિસ્થિતિ પર નજીકથી દેખરેખની જરૂર છે, પરંતુ તેઓ ખાતરીપૂર્વક કહી શકતા નથી કે ચીનમાં શ્વસન રોગોમાં તાજેતરનો વધારો નવા વૈશ્વિક ચેપની શરૂઆતનો સંકેત આપે છે કે કેમ. રોગચાળાના વાયરસ સાથેનો ચેપ સામાન્ય રીતે શ્વસન બીમારીના અજાણ્યા સ્વરૂપથી શરૂ થાય છે. SARS અને COVID-19 બંનેને સૌપ્રથમ અસામાન્ય પ્રકારના ન્યુમોનિયા તરીકે વર્ણવવામાં આવ્યા હતા. આ સમયે ચીનમાં ફેલાઈ રહલી શ્વસન સંબંધી બીમારી મુખ્યત્વે ઈન્ફલ્યુએન્ઝા, ન્યુમોનિયા અને SARS-CoV-2 જેવા રોગો માટે જવાબદાર છે.

 આ પણ વાંચો, 2024માં ISRO લોન્ચ કરશે આ 10 મિશન, જાણો સંપૂર્ણ વિગત

Back to top button