ફેસબુકની હોમ સ્ક્રીન ટિકટોક જેવી દેખાશે, METAએ કર્યો મોટો ફેરફાર


વિશ્વની મોટાભાગની આબાદી ફેસબુકનો ઉપયોગ કરી રહી છે. ત્યારે મેટાએ ગુરૂવારે ફેસબુક એપ્લિકેશનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. જે જાહેરાત મુજબ હવેથી ફેસબુક પર એલ્ગોરિધમિક રીતે પસંદ કરેલા વીડિયો માટે એક અલગ વિભાગ જોવા મળશે. જે ટિકટોકની જેમ હશે, જ્યારે કુટુંબ, મિત્રો અને જૂથો દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીને એક અલગ સાઇડ ફીડમાં ફેરવશે. ટિકટોક જેવા એન્ટરટેઈનમેન્ટ અને શોપિંગ પ્લેટફોર્મ દ્વારા ફેસબુકનો સામનો કરી રહેલા પડકારનો સામનો કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જે આવતા દિવસોમાં યુઝર્સને ઘણું પસંદ પડશે તેમ જણાવાયું છે.

શા માટે કરવામાં આવ્યો આ ફેરફાર ? શું છે કારણ ?
સૂત્રોના જણાવ્યા અનુસાર ડેટા ગોપનીયતાને પ્રાધાન્ય આપવા અને તેના પ્લેટફોર્મ પર ખોટી માહિતી માટે વધુ જવાબદારી લેવા માટે સોશિયલ મીડિયા નેટવર્ક્સ પરના નિયમનકારી દબાણને કારણે આ ફેરફાર થયો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આ ફેરફારથી યુઝર્સને સર્ચ પર વધુ નિયંત્રણ મળશે.
વપરાશકર્તાઓને Tiktok જેવો જ અનુભવ આપવા પ્રયાસ
વધુમાં આ ફેરફાર અંગે કંપનીએ કહ્યું કે આ ફેરફાર સાથે ગુરુવારથી ફેસબુકની મુખ્ય હોમ સ્ક્રીન ટિકટોક જેવી દેખાવા લાગશે. ફીડમાં સાર્વજનિક પોસ્ટ્સનું વર્ટિકલ ડિસ્પ્લે શામેલ હશે, જ્યાં મોટા ભાગના વીડિયો દેખાશે. ફેસબુકનું માનવું છે કે યુઝર્સ આનો આનંદ માણી શકશે અને તેઓને મજા પણ આવશે નવી એપ્લિકેશન યુઝ કરવાનો.
આ નવી સુવિધા હોમ સ્ક્રીનથી ઍક્સેસિબલ હશે
સૂત્રોએ જણાવ્યું હતું કે જે ફેરફાર કરવામાં આવ્યો છે તેમ હવે યુઝર્સ હોમ સ્ક્રીન પરથી રીલ્સ, ફેસબુકની ટિકટોક જેવી વિડીયો ફીચર અને સ્ટોરીઝ, ફેસબુકની સ્નેપચેટ જેવી કન્ટેન્ટ ફીચરને એક્સેસ કરી શકે છે. વધુમાં, વપરાશકર્તાઓ એપ્લિકેશનમાંથી તેમના શોર્ટકટ બાર પર એક નવી ફીડ ટેબ જોઈ શકશે. એપનો જે ભાગ યુઝર્સ સૌથી વધુ જોડે છે તે શોર્ટકટ બારમાં ફેરવાઈ જશે અને તેને કસ્ટમાઈઝ પણ કરી શકાશે. કાલક્રમિક ફીડ ટેબમાં વપરાશકર્તાઓના મિત્રોની નવીનતમ પોસ્ટ્સ તેમજ તેઓ અનુસરતા પૃષ્ઠો અને તેઓ જોડાયા હોય તેવા જૂથોનો સમાવેશ કરશે.