સાયન્સ એન્ડ ટેકનોલોજી

ફેસબુકનો મોટો નિર્ણય : બંધ થઈ શકે છે ઇન્સ્ટન્ટ આર્ટિકલ્સ સર્વિસ!

Text To Speech

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ફેસબુકે તેનાં ઇન્સ્ટન્ટ આર્ટિકલ્સ સર્વિસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફેસબુક ઇન્સ્ટન્ટ આર્ટિકલ્સ સર્વિસ એપ્રિલ 2023થી બંધ થઈ જશે, તેવા સમાચારો સોશિયલ મીડિયા પર વહેતા થયાં છે. જોકે, આ અંગે કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. આ સમાચારો પછી, ઘણા ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ કે જે ફેસબુક પર નિર્ભર છે તે ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે અને આની અસર સોશિયલ મીડિયા પર પણ જોવા મળી શકે છે.

આ પણ વાંયો : ફેસબુક પર અચાનક ઘટી ગયા ફોલોઅર્સ, માર્ક ઝકરબર્ગના કરોડોમાંથી માત્ર 9900 થઈ ગયા

શું છે ઇન્સ્ટન્ટ આર્ટિકલ્સ સર્વિસ?

ઇન્સ્ટન્ટ આર્ટિકલ્સ એ ફેસબુકનું મૂળ પ્રકાશન પ્લેટફોર્મ છે. Facebook પર પરંપરાગત લેખો મોબાઇલ પર લોડ થવામાં વધુ સમય લે છે, જ્યારે ઇન્સ્ટન્ટ આર્ટિકલ્સને ઝડપી લોડિંગ માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવે છે. જેથી વપરાશકર્તાઓએ તેમને વાંચવા માટે પ્લેટફોર્મ છોડવાની જરૂર નથી. તેમનો કોન્સેપ્ટ Google AMP જેવો જ છે.

Facebook Instant Article  - Hum Dekhenge News

ઘણા ફેસબુક યુઝર્સે ફોલોઅર્સ ઓછા થયાની ફરિયાદ કરી

તાજેતરમાં, ઘણા ફેસબુક વપરાશકર્તાઓએ અજાણ્યા કારણોસર તેમના મોટાભાગના ‘ફોલોઅર્સ’ ગુમાવવાની ફરિયાદ કરી છે. મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે 119 મિલિયનથી વધુ ‘ફોલોઅર્સ’ ગુમાવ્યા હતાં, તેમના ફોલોઅર્સની સંખ્યા ઘટીને 10,000 કરતાં ઓછી થઈ ગઈ. આ ઉપરાંત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને આ ફરિયાદ અંગે ટ્વીટ કરી હતી કે , “ફેસબુકે એક સુનામી સર્જી, જેમાં મારા લગભગ 90 લાખ ફોલોઅર્સ માર્યા ગયા અને માત્ર 9,000 કિનારા પર જ બચ્યા. મને ફેસબુક કોમેડી બહું ગમે છે.”

CCI તપાસના આદેશને પડકારતી ફેસબુક ઈન્ડિયાની અરજી ફગાવી દેવામાં આવી

તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે WhatsApp 2021ની પ્રાઈવસી પોલિસીની તપાસ કરવાના કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના આદેશને પડકારતી ફેસબુક ઈન્ડિયાની અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ યશવંત વર્માએ અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે, ‘દાવો દાખલ કરવાની તકોનો થોડો અંત હોવો જોઈએ.’

Back to top button