આંતરરાષ્ટ્રીયઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ડાઉન, તમામ યુઝર હેરાનઃ મેટા ક્રેશ થયું હોવાની સંભાવના

Text To Speech
  • સાયબર એટેકની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે

અમદાવાદ, 5 માર્ચ, 2024: મંગળવારે મોડી સાંજે ફેસબુક લૉગઈનમાં યુઝર મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહેવાલ અનુસાર ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ક્રેશ થયું હોવાનું કહેવાય છે. આ કારણે યુઝર ફેસબુક લૉગઈન નહીં કરી શકતા લાખોની સંખ્યામાં યુઝર એવું માની રહ્યા છે કે તેમનું એકાઉન્ટ હૅક થયું છે.

યુઝર એક બીજાને કાંતો વૉટ્સએપ દ્વારા અથવા અન્ય સોશિયલ મીડિયા દ્વારા ફેસબુક અંગે પૂછપરછ કરી રહ્યા છે, પરંતુ હાલ આ સમાયાર લખાય છે ત્યાં સુધી (રાત્રે 9.15 વાગ્યે) ફેસબુક ડાઉન થવા અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

સોશિયલ મીડિયા X (અગાઉનું ટ્વિટર) ઉપર આ અંગે ટ્રેન્ડ પણ શરૂ થઈ ગયો છે. #instagramdown અને #facebookdown જેવા ટ્રેન્ડ પણ ચાલી રહ્યા છે.

દરમિયાન, ટ્વિટર ઉપર સાયબર એટેકનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે.

અહેવાલ અનુસાર દુનિયાના ઘણા દેશમાં ઈન્ટરનેટ સેવા પર અસર પડી છે અને તેમાં ખાસ કરીને મેટા સંલગ્ન એપ્લિકેશન્સ ડાઉન હોવાનું કહેવાઈ રહ્યું છે. તેનું કારણ Cloudflare ક્લાઉડફેર સર્વિસ ડાઉન હેવાનું કહેવાય છે. અગાઉ 2022ની 21 જૂને આ રીતે ક્લાઉડફેર ડાઉન થયું હતું ત્યારે દુનિયામાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ હતી. ત્યારબાદ આજે ફરી મોટાપાયે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા સેવાઓ ઉપર અસર પડી છે.

વિવિધ સોશિયલ મીડિયા ઉપર, ખાસ કરીને ટ્વિટર (X) ઉપર અનેક લોકો મેમે પણ બનાવીને મૂકવા લાગ્યા છે તો કેટલાક લોકો પોતાના ફેસબુક એકાઉન્ટના સ્ક્રિનશૉટ પણ મૂકી રહ્યા છે.

એક યુઝરે તો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગનું આવું મેમે પણ બનાવીને X ઉપર મૂકી દીધું હતું.

sm-new - HDNewd

સોશિયલ મીડિયા - HDNews

 

અહીં જૂઓ વીડિયો મેમે…

આવી સ્થિતિમાં પણ મજા લેનારા લોકોની અછત પડતી નથી. હકીકતે સોશિયલ મીડિયાની આ કમી-કમનસીબી અથવા તાકાત છે કે દરેક સ્થિતિમાં મજાક શરૂ થઈ જાય છે. જૂઓ કેટલીક તસવીરો…

સોશિયલ મીડિયા - HDNews

સોશિયલ મીડિયા - HDNews

Back to top button