ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં આવશે AI ઈમેજીસનું ખાસ ફીચર, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો
12 ફેબ્રુઆરી 2024: AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે છેલ્લા કેટલાક મહિનાઓથી દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આ નવી ટેક્નોલોજીનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ થઈ રહ્યો છે. ધીમે-ધીમે તમામ કંપનીઓ તેમની સેવાઓમાં AI ફીચર્સનો ઉપયોગ કરવા લાગી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા પણ આ મામલે આગળ વધી છે. મેટા લાંબા સમયથી તેની સેવાઓ માટે AI ટેક્નોલોજી પર કામ કરી રહી છે.
મેટા AI ફીચર પર કામ કરે છે
હવે સમાચાર આવી રહ્યા છે કે ટૂંક સમયમાં મેટા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની મદદથી ઈમેજ બનાવવા માટે એક ફીચર પર કામ કરી રહી છે. AI ઇમેજ જનરેશન ટૂલ્સની વધતી જતી લોકપ્રિયતાને કારણે, Meta એ તેના પ્લેટફોર્મમાં આ સુવિધાનો સમાવેશ કરવાનું નક્કી કર્યું છે. આજકાલ, એઆઈ ઈમેજીસ અને માણસોની રીયલ ઈમેજ વચ્ચે કઈ ઈમેજ રિયલ છે તે કહેવું ખૂબ મુશ્કેલ બની ગયું છે.
મેટા ખાતે વૈશ્વિક બાબતોના પ્રમુખ નિક ક્લેગે આ નિર્ણયનો હેતુ સમજાવતા કહ્યું, “જેમ જેમ માનવ અને કૃત્રિમ સામગ્રી વચ્ચેની રેખા ઝાંખી થતી જાય છે, તેમ લોકો એ જાણવા માંગે છે કે સીમા રેખાઓ ક્યાં છે.” તેમણે કહ્યું, “હાલમાં, મેટા તેની પોતાની જનરેટેડ AI ઈમેજને લેબલ કરે છે, જેથી યુઝર્સ જાણી શકે કે ઈમેજ AI દ્વારા જનરેટ કરવામાં આવી છે.”
યુઝર્સને AI ઈમેજ વિશે ખબર પડશે
હવે કંપની ગૂગલ, માઈક્રોસોફ્ટ, એડોબ અને અન્ય એઆઈ ઈમેજ જનરેટીંગ પ્લેટફોર્મ સાથે લેબલવાળી AI ઈમેજીસ જનરેટ કરવા માટે ફીચરની પણ યોજના બનાવી રહી છે. બ્લોગ પોસ્ટમાં જણાવાયું છે કે, “આ સિગ્નલોને શોધી કાઢવામાં સક્ષમ થવાથી એઆઈ-જનરેટેડ ઈમેજીસને લેબલ કરવાનું અમારા માટે શક્ય બનશે જે યુઝર્સ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને થ્રેડ પર પોસ્ટ કરે છે.” આની મદદથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને થ્રેડના યુઝર્સ જાણી શકશે કે કઈ ઈમેજ AI દ્વારા બનાવવામાં આવી છે અને કઈ ઈમેજ નથી.