ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આંખની બીમારીના દર્દી વધ્યા, બાળકોની ખાસ કાળજી રાખજો

  • દર્દીઓમાં બાળકોની સંખ્યા વિશેષ પ્રમાણમાં હોવાનું જણાવાઈ રહ્યું છે
  • 30થી 40 ટકા આસપાસ કેસ બાળકોમાં જોવા મળી રહ્યા છે
  • જાતે સારવાર કરવાને બદલે આંખના ડોક્ટર પાસેથી સારવાર કરાવી જોઈએ

ગુજરાતમાં આંખ આવવાની બીમારી વકરી છે. જેમાં આંખનાં ટીપાંના વેચાણમાં વધારો થયો છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યમાં દર્દી વધ્યા છે. તેમાં કુલ દર્દીમાં 40 ટકા બાળકો છે. દર્દીઓને આંખમાંથી સતત પાણી નીકળ્યાં કરે તથા પીચ આવે તો તબીબી સારવાર જરૂરી હોય છે. ચોમાસાની સિઝનમાં શહેરમાં આંખ આવવાની બીમારી સામે આવી છે, આંખો આવવી, આંખમાં દુઃખાવો, પાણી નીકળવું, પરુ જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર

30થી 40 ટકા આસપાસ કેસ બાળકોમાં જોવા મળી રહ્યા છે

અમદાવાદ સિવિલની આંખની હોસ્પિટલમાં છેલ્લા દસેક દિવસથી રોજના 10થી 12 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, એ પહેલાં રોજ માંડ એકાદ બે કેસ આવતા હતા, એ જ રીતે એસજી હાઈવે સ્થિત સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 15થી 20 કેસ આવી રહ્યા છે, જે પૈકી 30થી 40 ટકા આસપાસ કેસ બાળકોમાં જોવા મળી રહ્યા છે. કન્જક્ટિવાઈટિસના દર્દીઓની વધતી સંખ્યાને લઈ તબીબોએ સલાહ આપી છે કે, જાતે સારવાર કરવાને બદલે તબીબનો સલાહને અનુસરી દવા લેવી જોઈએ, જેથી ઝડપથી સાજા થઈ શકાય, આ સ્થિતિમાં લોકોએ જાતે અખતરા ન કરવા જોઈએ.

જાતે સારવાર કરવાને બદલે આંખના ડોક્ટર પાસેથી સારવાર કરાવી જોઈએ

અસારવા સિવિલની આંખની હોસ્પિટલમાંથી જાણવા મળ્યું છે કે, દસેક દિવસ પહેલાં આંખ આવવાના રોજના એકાદ કેસ હતા, જોકે છેલ્લા દસેક દિવસથી રોજના 10થી 12 જેટલા કેસ આવી રહ્યા છે. સોલા સિવિલના તબીબોના કહેવા પ્રમાણે આંખો આવવી, દુખાવો જેવા રોજના 15થી 20 કેસ આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ આ પ્રકારના કેસમાં અચાનક ઉછાળો જોવાયો છે. તબીબોનું કહેવું છે કે, દર સિઝનમાં આવું થતું હોય છે, ઘરમાં કોઈ વ્યક્તિને આંખો આવી હોય તો તેનો ચેપ બીજી વ્યક્તિને પણ લાગી શકે છે, પીપ નીકળે તેવી સ્થિતિમાં આંખો જોરથી લૂછવી ન જોઈએ, કારણ કે સોજો આવવાની શક્યતા રહે છે. આવા કિસ્સામાં જાતે સારવાર કરવાને બદલે આંખના ડોક્ટર પાસેથી સારવાર કરાવી જોઈએ.

દર્દીઓમાં બાળકોની સંખ્યા વિશેષ પ્રમાણમાં હોવાનું જણાવાઈ રહ્યું છે

વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ. બીજી તરફ આંખના ટીપાનું વેચાણ પણ અત્યારે વધ્યું છે. અમદાવાદ શહેરની માફક રાજ્યના અન્ય શહેર જિલ્લામાં પણ આંખ આવવાની બીમારી વકરી છે, સુરતની સરકારી હોસ્પિટલની ઓપીડીમાં અત્યારે રોજના 300 જેટલા કેસ આવી રહ્યા છે, સુરતમાં છેલ્લા દસ દિવસના અરસામાં આંખ આવવાના કેસમાં 100 ગણા જેટલો વધારો જોવા મળ્યો છે, તેમાંય બાળકોની સંખ્યા વિશેષ પ્રમાણમાં હોવાનું જણાવાઈ રહ્યું છે.

Back to top button