ગુજરાત

અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આંખનો રોગ વધ્યો, મંત્રી ઋષિકેશ પટેલે આપી ખાસ માહિતી

  • મચ્છરજન્ય રોગચાળાને રોકવા માટે 444 વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત
  • રાજ્યના પાંચ જિલ્લામાં કુલ 1,174 કેસ નોંધાયા છે
  • સિવિલમાં 25 મેડિકલ સ્ટુડન્ટ કન્ઝક્ટિવાઈટીસમાં લપેટાયા

અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આંખનો રોગ વધ્યો છે. જેમાં સુરત, ખેડા, અમરેલી, નવસારી અને આણંદ જિલ્લામાં કન્ઝક્ટિવાઈટીસના 1,174 કેસ છે. તેમજ આંખો આવવાના કેસમાં સાવચેતી રાખવા આરોગ્ય મંત્રીની તાકીદ છે. રાજ્યમાં 85 લાખ બ્લડ ટેસ્ટ કરાયા જેમાંથી સાડા છ માસમાં ડેન્ગ્યૂના 650, મેલેરિયાના 953 દર્દી છે. અમદાવાદમાં સોલા સિવિલમાં 25 મેડિકલ સ્ટુડન્ટ કન્ઝક્ટિવાઈટીસમાં લપેટાયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે જળબંબાકાર 

રાજ્યના પાંચ જિલ્લામાં કુલ 1,174 કેસ નોંધાયા છે

અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આંખો આવવાના એટલે કે કન્ઝક્ટિવાઈટીસના કેસો સામે આવ્યા છે, રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ સિવિલ હોસ્પિટલોમાં આ રોગની સંપૂર્ણ સારવાર અને દવાનો પૂરતો જથ્થો હોવાનો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે દાવો કર્યો છે, તેમણે કહ્યું કે, 100થી વધુ કન્ઝક્ટિવાઈટીસના કેસ નોંધાયા હોય તેવા મુખ્ય પાંચ જિલ્લામાં અમરેલી, ખેડા (નડિયાદ), નવસારી, આણંદ અને સુરત છે, આ પાંચ જિલ્લામાં કુલ 1,174 કેસ નોંધાયા છે. બીજી તરફ આ વર્ષે 18મી જુલાઈ 2023ની સ્થિતિએ રાજ્યમાં 85 લાખ બ્લડ ટેસ્ટ કરાયા છે, તેમાંથી 953 મેલેરિયાના કેસ નોંધાયા છે જ્યારે 39 હજાર સીરમ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 650 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: અમદાવાદ-ગાંધીનગરનો ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનો નિર્ણય કરાયો

મચ્છરજન્ય રોગચાળાને રોકવા માટે 444 વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં મચ્છરજન્ય રોગચાળાને રોકવા માટે 444 વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત કરાઈ છે. વરસાદી સિઝનમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ અટકાયત માટે પણ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરાઈ છે. આંખા આવવાના-લાલાશ જેવા કેસ અંગે તેમણે કહ્યું કે, આ રોગને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા સ્તર સુધી તમામ આરોગ્ય કર્મીઓની જરૂરિયાત મુજબની દવાઓ અને સારવાર ઉપલબ્ધ કરાવવા અને જન જાગૃતિની વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવા સૂચના અપાઈ છે. કન્જંક્ટિવાઈટિસના અમરેલી જિલ્લામાં 312, ખેડા જિલ્લામાં 280, નવસારી જિલ્લામાં 261, આણંદ જિલ્લામાં 196 અને સુરત જિલ્લામાં 125 જેટલા કેસ 18મી જુલાઈની સ્થિતિએ નોંધાયા છે.

Back to top button