- મેડિકલ કોલેજ-હોસ્પિટલ ખાતે સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી
- ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઈને નાખવા નહિ
- દર્દીએ ચશ્મા પહેરવાની સાથે સ્વચ્છતા રાખવી તેમજ ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું
ગુજરાતમાં આંખોનો રોગ વધ્યો છે. જેમાં વાઈરલ કન્ઝક્ટિવાઈટિસને લઈ આરોગ્ય વિભાગે સલાહ આપી છે કે આંખ આવે, લાલાશ થાય તો મેડિકલ સ્ટોર પરથી ટીપાં લઈને નાખવા નહીં. આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલોમાં સારવાર માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ત્રણ સિસ્ટમની અસર થશે, ધોધમાર વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી આગાહી
ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઈને નાખવા નહિ
રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં આંખો આવવાના એટલે કે વાઈરલ કન્ઝક્ટિવાઈટિસના કેસો સામે આવ્યા છે, જેને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ-હોસ્પિટલ ખાતે સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી છે, સરકારે માર્ગદર્શિકા જાહેર કરતાં કહ્યું કે, આંખમાં લાલાશ, દુખાવો થાય તો નજીકના આંખના તબીબ પાસે જ સારવાર લેવી જોઈએ, ગભરાવાની જરૂર નથી પણ યોગ્ય સારવાર, સાવચેતી રાખવી જરૂરી છે, આંખો આવે તો તબીબની સલાહ વિના આંખમાં ટીપાં, દવા નાખવી નહિ. ચેપ ધરાવતા દર્દીએ ચશ્મા પહેરવાની સાથે સ્વચ્છતા રાખવી તેમજ ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો: ગુજરાતમાં મિલકત સંબંધિત છેતરપિંડી રોકવા સરકાર લાવી શકે છે આ નિયમ
ડોક્ટરે દર્શાવેલા ટીપા નાખતા પહેલાં અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી
આરોગ્ય વિભાગે સલાહ આપી છે કે, આંખો આવે, લાલ થાય, દુખે તેવી સ્થિતિમાં સૌથી મહત્ત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે, પોતાના હાથ અને મોં ચોખ્ખા રાખવા, સાબુથી સમયાંતરે હાથ અને મોં ધોવા, હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થિયેટર, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મોલ વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ અવર-જવર ટાળવી જોઈએ. આંખોમાં લાલાશ દેખાય, દુખાવો થાય કે ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઈ સારવાર કરાવવી, જાતે ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઈને નાખવા નહિ. ડોક્ટરે દર્શાવેલા ટીપા નાખતા પહેલાં અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.