ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં આંખનો રોગ વધ્યો, કુલ 20,000 કેસ આવ્યા

Text To Speech
  • અત્યાર સુધીમાં 17,000 જેટલા લોકોને આંખોના ટીપાં અપાયા
  • ખાનગી દવાખાનામાં સારવાર લેનારના આંકડા વધ્યા
  • સરકારી દવાખાનામાં રોજના 40 જેટલા કેસો નોંધાય છે

અમદાવાદમાં આંખનો રોગ વધ્યો છે. જેમાં અંખિયા મિલાકે’નો વાવર ફેલાતા રોજના 40 જેટલા કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે કન્ઝક્ટિવાઈટિસના કુલ 20,000 દર્દી આવી ગયા છે.

આ પણ વાંચો: તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ અમદાવામાં પોલીસ એક્શનમાં, મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ

સરકારી દવાખાનામાં રોજના 40 જેટલા કેસો નોંધાય છે

અમદાવાદમાં તાજેતરમાં વરસેલા મૂશળધાર વરસાદ પછી શહેરમાં ઠેર ઠેર કચરો અને ગંદકી જોવા મળતી હોવાની વ્યાપક ફરિયાદોને પગલે શહેરમાં સફાઈ કામગીરી વધુ સારી રીતે કરવા સોલીડ વેસ્ટ વિભાગને સૂચના આપવામાં આવી હતી. ત્યારે શહેરમાં ‘અંખિયા મિલાકે’નો વાવર ચાલી રહ્યો છે અને શહેરમાં રોજના 40 જેટલા કેસો નોંધાય છે. અત્યાર સુધીમાં 20 હજાર લોકો’અંખિયા મિલાકે’નો શિકાર બન્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ, રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ માટે એપ્લિકેશન લોન્ચ કરાઈ

અત્યાર સુધીમાં 17,000 જેટલા લોકોને આંખોના ટીપાં આપવામાં આવ્યા

ખાનગી દવાખાનામાં સારવાર લેનારના આંકડા ધ્યાનમાં લેવામાં આવે તો કન્ઝક્ટિવાઈટિસના કેસોની સંખ્યા વધી શકે છે. આંખો આવી હોય તેવા દર્દીઓને અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં વિનામૂલ્યે ડ્રોપ્સ આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 17,000 જેટલા લોકોને આંખોના ટીપાં આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર પાસે 50,000 આઈ ડ્રોપ્સ આપવાની અપીલ કરાઈ છે. મેલેરિયા અને ડેન્ગ્યુના કેસો અને ઝાડા ઉલટીના કેસો વધતા પાણીના વધુ સેમ્પલો લેવા સૂચના અપાઈ.

Back to top button