અમદાવાદમાં આંખ આવવાની બિમારીએ લીધો ભરડો, છેલ્લાં 24 કલાકમાં 263 કેસ નોંધાયા
હાલ રાજ્યમાં કનઝંક્ટીવાઈટીસ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ ના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ આંખ આવવાની બિમારીએ જોર પક્ડું છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં રોજના 190 થી વધુ કેસ નોંધાઈ રહ્યા હોવાની વિગતો સામે આવી છે. આ બિમારી મોટા લોકો તો ઠીક નાના બાળકોને વધુ શિકાર બનાવી રહી છે.
અમદાવાદમાં કનઝંક્ટીવાઈટીસના કેસોમાં ઉછાળો
એક તરફ ચોમાસાની સિઝન હોવાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગએ માજા મુકી છે. ત્યારે આ બધાની વચ્ચે લોકોમાં આંખ આવવાની એટલે કે કન્જકટીવાઈટિસના કેસોમાં પણ વધારો થયો છે. રાજ્યના મોટા ભાગના શહેર અને જિલ્લાઓમાં હાલમાં છેલ્લા પંદરેક દિવસથી કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.ત્યારે આ વાઈરસની અસર હવે અમદાવાદમાં પણ દેખાઈ રહી છે. અમદાવાદમાં સરકારી દવાખાનાઓ, હોસ્પિટલો અને પ્રાઈવેટ દવાખાનાઓમાં પણ આ રોગના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 24 જ કલાકમાં કન્ઝક્ટિવાઈટિસના 263 કેસ નોંધાયા છે.
સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં 263 કેસ નોંધાયા
આંખના રોગ કન્ઝક્ટિવાઈટિસના કેસમાં મોટો ઉછાળો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગઈ કાલે સિવિલ હોસ્પિટલમાં કન્ઝેક્ટિવાઇટિસના એક જ દિવસમાં 263 કેસ આવ્યા હતા. કન્જક્ટિવાઈટીસ ચેપી રોગ હોવાને કારણે મોટી ઉંમરના લોકોની સાથે બાળકો પણ જલ્દી તેની ઝપેટમાં આવી જતા હોય છે.
આ પણ વાંચો : રાજ્યમાં આંખ આવવાની બિમારીએ ઉપાડો લીધો, જાણો કેમ આટલી જલ્દી ફેલાઈ રહી છે આ બિમારી
આરોગ્ય વિભાગ બન્યું સતર્ક
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે આ રોગની સારવાાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આંખોમાં જોવા મળતો આ વાઈરલ કનઝંક્ટીવાઈટીસથી ગભરાવાની જરૂર નથી, પણ આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે. તેમજ આ બિમારીમાં આપણે જાતે સારવાર કરવાને બદલે તબીબનો સલાહને અનુસરી દવા લેવી જોઈએ, જેથી ઝડપથી સાજા થઈ શકાય, આ સ્થિતિમાં લોકોએ જાતે અખતરા ન કરવા જોઈએ.
આ પણ વાંચો : મણિપુરમાં જે મહિલાને નગ્ન પરેડ કરાવવામાં આવી તેમનો પતિ છે કારગિલ યુદ્ધનો યોદ્ધા, જાણો શું કહ્યું