ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આંખનો રોગ વધ્યો, અમદાવાદમાં અત્યાર સુધી 51 હજાર કેસ આવ્યા

Text To Speech
  • ગુજરાતમાં અત્યાર સુધીમાં આંખો આવવાના 2.30 લાખ જેટલા કેસ નોંધાયા
  • આંખમાં સોજો આવે તે સહિતના ટીપાંનો સ્ટોક પણ રાજ્ય સરકાર પાસે પૂરતો
  • છેલ્લા ચારેક દિવસથી આંખો આવવાના રોજના અંદાજે 18થી 20 હજાર કેસ

ગુજરાતમાં આંખનો રોગ વધ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 51 હજાર જેટલા કેસ આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી 51 હજાર, વડોદરામાં 10 હજાર કેસ સાથે હોસ્પિટલોમાં ટીપાં-દવાનો સ્ટોક રાખવા તાકીદ કરાઈ રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર 

ગુજરાતમાં અત્યાર સુધીમાં આંખો આવવાના 2.30 લાખ જેટલા કેસ નોંધાયા

અમદાવાદ સહિત રાજ્યભરમાં વાયરલ કન્ઝક્ટિવાઈટિસ એટલે કે આંખો આવવાના કેસનો રાફડો ફાટયો છે, ગુજરાતમાં અત્યાર સુધીમાં આંખો આવવાના 2.30 લાખ જેટલા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં અંદાજે 51 હજારથી વધુ કેસ છે. ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી આંખો આવવાના રોજના અંદાજે 18થી 20 હજાર કેસ નોંધાઈ રહ્યા છે, એકંદરે કેસની સંખ્યામાં જંગી ઉછાળો નોંધાયો છે. બીજી તરફ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાયરલ કન્ઝક્ટિવાઈટિસની દવાઓ અને આંખના વિવિધ ટીપાંનો રાજ્ય સરકાર પાસે પૂરતો સ્ટોક છે.

આ પણ વાંચો: ગુજરાતમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં મહિલાઓ-છોકરીઓ ગુમ થવાનો આંકડો જાણી ચોંકી જશો 

આંખમાં સોજો આવે તે સહિતના ટીપાંનો સ્ટોક પણ રાજ્ય સરકાર પાસે પૂરતો

આંખમાં દુઃખાવો, લાલાશ આવવી, ચેપડા વળે, આંખમાંથી પાણી નીકળે જેવા લક્ષણો સાથેના દર્દીઓની સંખ્યા જાણે રોજ નવા રેકર્ડ સર કરી રહી છે, ગુજરાતમાં એકાદ દિવસ પહેલાં કન્ઝક્ટિવાઈટિસના 2.17 લાખ જેટલા કેસ હતા, એ પછી નવા 13 હજાર જેટલા કેસ સામે આવ્યા હતા, આ સંખ્યા વધીને હવે 2.30 લાખ આસપાસ પહોંચી છે. એ પહેલાં ચારેક દિવસથી અંદાજે 18થી 20 હજાર જેટલા નવા કેસ સામે આવ્યા છે. આંખમાં સોજો આવે તે સહિતના ટીપાંનો સ્ટોક પણ રાજ્ય સરકાર પાસે પૂરતો હોવાનો દાવો કરાયો છે. પરિવારમાં એક સભ્યને આંખો આવી હોય તો બીજા સભ્યોને પણ તૂર્ત જ ચેપ લાગી જાય છે.

Back to top button