ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

વિદેશ મંત્રી એસ જયશંકર આજે યુએન જનરલ એસેમ્બલીને સંબોધશે, કાશ્મીર પર પાકિસ્તાનને આપી શકે છે જડબાતોડ જવાબ

Text To Speech

વિદેશ મંત્રી એસ જયશંકર આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરશે. ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યાથી સંબોધન શરૂ થશે જેમાં એસ. જયશંકરનું નામ 17માં નંબર પર છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ મંચ પરથી કાશ્મીર અને કલમ 370 મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. જે બાદ આજે એવું માનવામાં આવે છે કે વિદેશ મંત્રી એસ જયશંકર યોગ્ય જવાબ આપી શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે અમે ભારત સહિત અમારા તમામ પડોશીઓ સાથે શાંતિ ઈચ્છીએ છીએ. જો કે, દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા કાશ્મીર મુદ્દાના યોગ્ય અને ઉકેલ પર આધાર રાખે છે. તેમણે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં દાવો કર્યો હતો કે, જમ્મુ અને કાશ્મીરમાં વિશેષ દરજ્જો બદલવા માટે 5 ઓગસ્ટ 2019 ના રોજ ભારતના ‘ગેરકાયદેસર અને એકપક્ષીય’ પગલાએ શાંતિની સંભાવનાઓને વધુ નબળી બનાવી છે અને પ્રાદેશિક તણાવને વેગ આપ્યો છે.

s jaishankar

વાટાઘાટો દ્વારા સમસ્યાનો ઉકેલ લાવી શકાય છેઃ પાકિસ્તાન પીએમ

પાકિસ્તાનના વડા પ્રધાને તીખા શબ્દોમાં કહ્યું કે, મને લાગે છે કે આ સમય ભારતે સ્પષ્ટપણે સમજી લેવો જોઈએ કે બંને દેશો હથિયારોથી સજ્જ છે. યુદ્ધ એ કોઈ વિકલ્પ નથી. માત્ર શાંતિપૂર્ણ વાતચીત જ આ મુદ્દાઓને ઉકેલી શકે છે. શાહબાઝ શરીફે કહ્યું કે ભારતે જમ્મુ અને કાશ્મીરમાં તેની સૈન્ય તૈનાતી વધારી છે, જેનાથી તે વિશ્વનો સૌથી વધુ સૈન્યકૃત ક્ષેત્ર બની ગયો છે.

SHAHBAZ PM MODI
FILE PHOTO

તમામની નજર વિદેશ મંત્રી એસ જયશંકરના સંબોધન પર

હવે તમામની નજર વિદેશ મંત્રી એસ જયશંકરના સંબોધન પર છે. એસ જયશંકર ગયા રવિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્રમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યા હતા. અત્યાર સુધીના ઉચ્ચ સ્તરીય સત્રોમાં ભારતે આતંકવાદ વિરોધી, શાંતિ, સંરક્ષણ, કોરોના જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ પણ વાંચો : 24 વર્ષ બાદ કોંગ્રેસને બિન-ગાંધી પ્રમુખ મળશે, આજથી નોમિનેશન શરૂ, જાણો સમગ્ર માહિતી

Back to top button