નેશનલવર્લ્ડ

વિદેશ મંત્રી એસ જયશંકરે નેપાળ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો, પાંચ ભારતીયો સહિત 64 લોકોના મોત

Text To Speech

નેપાળનું એક પેસેન્જર પ્લેન રવિવારે (15 જાન્યુઆરી) પોખરા એરપોર્ટ પર લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 64 લોકોના મોત થયા છે. વિમાનમાં પાંચ ભારતીય નાગરિકો સહિત 72 લોકો સવાર હતા. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એસ જયશંકરે ટ્વીટ કર્યું, નેપાળના પોખરામાં વિમાન દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. અમારી લાગણી અસરગ્રસ્ત પરિવારો સાથે છે.

સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) એ જણાવ્યું કે યેતી એરલાઈન્સના 9N-ANC ATR-72 વિમાને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ઉડાન ભરી હતી. પોખરા એરપોર્ટ પર ઉતરતી વખતે જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે પ્લેન ક્રેશ થયું હતું. વિમાનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા.

10 વિદેશી નાગરિકોમાંથી પાંચ ભારતીયો

ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું હતું કે વિમાનમાં સવાર કુલ 10 વિદેશી નાગરિકોમાં પાંચ ભારતીયો હતા. યેતી એરલાઈન્સના એક અધિકારીએ જણાવ્યું કે વિમાનમાં સવાર પાંચ ભારતીયોની ઓળખ અભિષેક કુશવાહા, વિશાલ શર્મા, અનિલ કુમાર રાજભર, સોનુ જયસ્વાલ અને સંજના જયસ્વાલ તરીકે થઈ છે.

નેપાળના વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું કે કાઠમંડુથી આવી રહેલું યતી એરલાઈન્સનું વિમાન આજે પોખરા એરપોર્ટ નજીક ક્રેશ થયું. બચાવ કામગીરી ચાલુ છે. નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને ગૃહ મંત્રાલય, સુરક્ષા કર્મચારીઓ અને તમામ સરકારી એજન્સીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચો : નેપાળ પ્લેન ક્રેશનો વીડિયો આવ્યો સામે, અત્યાર સુધીમાં 64 મૃતદેહો મળી આવ્યા, 5 ભારતીયો સામેલ

Back to top button