ટ્રેન્ડિંગનેશનલ

વિદેશ મંત્રી એસ જયશંકરે કરી મોટી જાહેરાત, આવી રહ્યુ છે પાસપોર્ટ સેવા કાર્યક્રમનું 2.0 વર્ઝન

Text To Speech

પાસપોર્ટ સેવા દિવસના અવસરે, વિદેશ મંત્રી એસ જયશંકરે આજે શનિવારે (24 જૂન) કહ્યું કે ભારત ટૂંક સમયમાં પાસપોર્ટ સેવા કાર્યક્રમ (PSP-સંસ્કરણ 2.0 )નો બીજો તબક્કો શરૂ કરશે.

જયશંકરે કહ્યું કે પાસપોર્ટ સેવાના બીજા તબક્કામાં નવા અને અપગ્રેડેડ ઈ-પાસપોર્ટ હશે. દેશ અને વિદેશમાં પાસપોર્ટ જારી કરતા અધિકારીઓને અપીલ કરતા તેમણે કહ્યું કે તેઓ લોકોને સમયસર, ભરોસાપાત્ર અને પારદર્શક રીતે પાસપોર્ટ સંબંધિત સેવાઓ પ્રદાન કરે.

શું કહ્યું એસ જયશંકરે ?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે એસ જયશંકરે કહ્યું છે કે નાગરિકો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને, ‘EASE’નું નવું ઉદાહરણ શરૂ થશે. તેમણે E-નો અર્થ જણાવતા કહ્યું હતું કે ડીજીટલ ઈકો સિસ્ટમનો ઉપયોગ કરીને નાગરિકોને પાસપોર્ટ ઉપલબ્ધ કરાવવા માટે E-નો અર્થ જણાવ્યો.

જયશંકર એ A’નું- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સર્વિસ ડિલિવરી, S-ચિપ સક્ષમ ઈ-પાસપોર્ટનો ઉપયોગ કરીને સરળ વિદેશ યાત્રા અને E-વધેલી ડેટા સુરક્ષા

ટ્વિટર પર શેર કરતા અરિંદમ બાગચીએ લખ્યું કે એસ જયશંકરે પાસપોર્ટ સેવા દિવસના અવસર પર એક નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલય લોકોને સમયસર પાસપોર્ટ આપવા માટે પ્રતિબદ્ધ છે.

એસ જયશંકરે જણાવ્યું કે વર્ષ 2022માં 13.32 મિલિયન પાસપોર્ટ અને તેનાથી સંબંધિત સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી. જે 2021ની સરખામણીમાં 63 ટકા વધુ છે.

આ પણ વાંચો: ભારતના 700 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર ઈમિગ્રેશન એજન્ટ બ્રિજેશ મિશ્રાની કેનેડાથી ધરપકડ

 

Back to top button