ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કચ્છથીવુ ટાપુ પર વિદેશ મંત્રી જયશંકરે કહી સંપૂર્ણ વાત; કોંગ્રેસ અને DMKને લીધા આડેહાથ

  • ભારત અને શ્રીલંકા વચ્ચે કચ્છથીવુ ટાપુ મુદ્દે જૂન 1974માં થયો હતો કરાર

નવી દિલ્હી, 1 એપ્રિલ: કચ્છથીવુ ટાપુ મુદ્દે વિદેશ મંત્રી એસ.જયશંકરે આજે સોમવારે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કચ્છથીવુ ટાપુને લઈને કોંગ્રેસ અને DMK પર નિશાન સાધ્યું હતું. તેમણે આ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી અને કહ્યું હતું કે, આ કોઈ મુદ્દો નથી જે અચાનક બહાર આવ્યો છે. આ એક જીવંત મુદ્દો છે. આ એક એવો મુદ્દો છે જે સંસદમાં અને તમિલનાડુમાં ખૂબ ચર્ચામાં છે. DMKએ તમિલનાડુ માટે કંઈ કર્યું નથી.આંકડા DMKનું ડબલ ચરિત્ર દર્શાવે છે.

 

વિદેશમંત્રી એસ. જયશંકરે સમગ્ર મામલાને સમજાવ્યો

વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, સૌ પ્રથમ હું સમજાવું કે કચ્છથીવુ ટાપુનો મુદ્દો શું છે અને તે આજે શા માટે સુસંગત છે. જૂન 1974માં, ભારત અને શ્રીલંકા વચ્ચે એક કરાર થયો હતો, જ્યાં બંને દેશોએ દરિયાઈ સીમા નક્કી કરી હતી અને સીમા નક્કી કરતી વખતે, ભારતે શ્રીલંકાને કચ્છથીવુ ટાપુ સોંપ્યો હતો.

આ કરારમાં ત્રણ વિભાગ છે. પ્રથમ કલમ મુજબ, બંને દેશો દરિયાઈ સરહદની સાર્વભૌમત્વનું પાલન કરશે. એટલે કે બંને દેશો એકબીજાની દરિયાઈ સીમા પાર નહીં કરે. બીજો વિભાગ એ છે કે, ભારતીય માછીમારો કચ્છથીવુ ટાપુ પર જશે અને માછલી પકડશે. તેમને કોઈપણ પ્રકારના દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. ત્રીજી કલમ એવી હતી કે, બંને દેશોના જહાજો આ રૂટ પરથી અવરજવર કરતા રહેશે.

બે વર્ષમાં સરકારની રણનીતિમાં બદલાવ આવ્યો 

આ કરારો બંને દેશો વચ્ચે જૂન 1974માં થયા હતા. તત્કાલીન સરકારે સંસદમાં કહ્યું હતું કે, આ કરાર દ્વારા ભારતીય માછીમારોના અધિકારો છીનવાયા નથી. આ પછી બે વર્ષ પછી વર્ષ 1976માં બંને દેશો વચ્ચે પત્ર લખવામાં આવ્યો હતો.સરકારે નિર્ણય લીધો કે ભારતીય માછીમારો શ્રીલંકાની સરહદમાં પ્રવેશ કરશે નહીં. જેથી સરકારનું આ વલણ એવું હતું કે વિવાદ વધુ ઘેરો બન્યો.

આ કોઈ એવો મુદ્દો નથી જે અચાનક બહાર આવ્યો: વિદેશ મંત્રી

વિદેશ મંત્રી જયશંકરે વધુમાં જણાવ્યું કે, “છેલ્લા 20 વર્ષોમાં શ્રીલંકા દ્વારા 6184 ભારતીય માછીમારોની અટકાયત કરવામાં આવી છે અને શ્રીલંકા દ્વારા 1175 ભારતીય માછીમારીની બોટ જપ્ત કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં, કચ્છથીવુ મુદ્દો અને માછીમારોના મુદ્દાઓ બહાર આવ્યા છે. આ મુદ્દો વિવિધ પક્ષો દ્વારા સંસદમાં વારંવાર ઉઠાવવામાં આવ્યો છે. તે સંસદના પ્રશ્નો, ચર્ચાઓ અને સલાહકાર સમિતિ સમક્ષ વારંવાર આવ્યો છે. તમિલનાડુ સરકારના તત્કાલીન CMએ મને ઘણી વખત પત્ર લખ્યો છે અને મારો રેકોર્ડ દર્શાવે છે કે મે આ મુદ્દે હાલના મુખ્યમંત્રીને 21 વખત જવાબ આપ્યા છે.

જયશંકરે કોંગ્રેસ, ડીએમકે પર નિશાન સાધ્યું

એસ.જયશંકરે વધુમાં કહ્યું કે, આ કોઈ મુદ્દો નથી જે અચાનક બહાર આવ્યો છે. આ એક જીવંત મુદ્દો છે. આ એક એવો મુદ્દો છે જે સંસદમાં અને તમિલનાડુમાં ખૂબ ચર્ચામાં છે. આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે પત્રવ્યવહારનો વિષય રહ્યો છે. હવે તમિલનાડુના દરેક રાજકીય પક્ષોએ આ અંગે પોતાનું વલણ અપનાવ્યું છે. એસ જયશંકરે વધુમાં જણાવ્યું કે, “બે પક્ષો, કોંગ્રેસ અને DMKએ આ મુદ્દાને એવી રીતે ઉઠાવ્યો છે જાણે કે તેમની કોઈ જવાબદારી ન હોય.

આ પણ જુઓ: PM મોદીએ ચૂંટણી બોન્ડ પર તોડ્યું મૌન, કહ્યું: જે તેની વિરુદ્ધ છે તે અફસોસ કરશે

Back to top button