નેશનલ

IFS દિવસ પર વિદેશ મંત્રીએ પાઠવ્યા અભિનંદન : ઓપરેશન ગંગા મિશનને કર્યુ યાદ

Text To Speech

IFS દિવસ 2022 પર વિદેશ મંત્રી સુબ્રહ્મણ્યમ જયશંકરે વિદેશ સેવામાં કામ કરતા લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે ભારતીય વિદેશ સેવા (IFS) આવનારા વર્ષોમાં વધુ મજબૂતાઈ સાથે વિકાસ કરશે અને વિશ્વ સ્તરે ભારતના હિતોને આગળ વધારવામાં મદદ કરશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે વિદેશ સેવાનો અભિગમ દેશ અને વિદેશમાં વ્યાપકપણે પ્રગટ થાય છે. જે રીતે વિદેશી સેવાના સભ્યોએ ઓપરેશન ગંગાના પડકારોનો સામનો કર્યો તેની સમગ્ર દેશ અને દુનિયાએ નોંધ લીધી છે.

આ પણ વાંચો : IAFની તાકાત વધશે, ‘weapon system branch’ને સરકારે આપી મંજૂરી

તેમણે વધુમાં કહ્યું હતું કે IFS આવનારા વર્ષોમાં વધુ વિકાસ કરશે, જે એક નવા,આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર ભારતને દુનિયા સમક્ષ પ્રતિબિંબિત કરશે. તેમજ IFS વર્ષ 2047 માટેના આપણા રાષ્ટ્રીય લક્ષ્યોને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે.

વિદેશ મંત્રાલયનો ઈતિહાસ :  

વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, ભારતીય વિદેશ સેવાની સ્થાપના બ્રિટિશ શાસન દરમ્યાન કરવામાં આવી હતી. આઝાદી પૂર્વે આ વિદેશ વિભાગની રચના “વિદેશી યુરોપીય સત્તાઓ” સાથે વેપાર કરવા માટે કરવામાં આવી હતી. ત્યારે તે બ્રિટિશ હિતોના રક્ષણ માટે જ્યાં પણ જરૂરી હોય ત્યાં રાજદ્વારી પ્રતિનિધિત્વના વિસ્તરણ સાથે આગળ વધ્યું હતું. સપ્ટેમ્બર 1946 માં, ભારતની સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ, ભારત સરકારે વિદેશમાં ભારતના રાજદ્વારી, કોન્સ્યુલર અને વ્યાપારી પ્રતિનિધિત્વ માટે ભારતીય વિદેશ સેવા નામની સેવા બનાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ 1947 માં, બ્રિટિશ ભારત સરકારના વિદેશ અને રાજકીય વિભાગમાં લગભગ એકીકૃત રૂપાંતર થયું, તે પછી વિદેશ અને કોમનવેલ્થ સંબંધોનું નવું મંત્રાલય બન્યું હતું અને 1948 માં યુનિયનની સંયુક્ત સિવિલ સર્વિસ પરીક્ષા પદ્ધતિ હેઠળ પ્રથમ બેચની ભરતી કરવામાં આવી. ત્યારપછી તે આઝાદી બાદ “ભારતીય વિદેશ વિભાગ” તરીકે ઓળખ પામ્યું હતું.

Back to top button